Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પતંગ ચગાવીને કરી ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર, જુઓ Video

શાંતિનિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચવાગીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી amit shah એ પતંગ ચગાવીને કરી ઉજવણી  cm ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર  જુઓ video
Advertisement
  1. મેમનગરમાં કેન્દ્રીય મંત્રી Amit Shah એ કરી ઉત્તરાયણની ઉજવણી
  2. શાંતિનિકેતન એપાર્ટમેન્ટ ખાતે અમિત શાહે પતંગ ચગાવીને કરી ઉજવણી
  3. CM ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, દિવસભર વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે અમદાવાદનાં (Ahmedabad) મેમનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચવાગીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પણ વાંચો -કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે, જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે

Advertisement

શાંતિનિકેતન એપાર્ટમેન્ટ ખાતે પતંગ ચગાવી ઉજવણી કરી

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે આજે અમદાવાદમાં છે. મેમનગરમાં (Memnagar) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શાંતિનિકેતન એપાર્ટમેન્ટ પહોંચતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહની એક ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે શાંતિ નિકેતનનાં એન્ટ્રી ગેટને પણ ફૂલો અને પતંગથી શણગારવામાં આવ્યો છે. ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

 આ પણ વાંચો -Amreli Letter Kand : પૂર્વ CM વિજય રૂપાણી અને સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રીના દિવસભરનાં કાર્યક્રમ

માહિતી અનુસાર, મેમનગર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયા પહોંચશે. અહીં, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત રહેણાક કક્ષાનાં 920 તેમ જ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 12 કલાકે જમાલપુરનાં જગન્નાથ મંદિરે (Jamalpur Jagannath Temple) દર્શન કરવા જશે. ત્યાર બાદ બપોરે 3.45 કલાકે ન્યૂ રાણીપ ખાતે પતંગોત્સવની (Kite Festival) ઉજવણી કરશે. ત્યાર પછી સાંજે 4.15 કલાકે સાબરમતીમાં યોજાનારા પતંગોત્સવની ઉજવણીમાં હાજરી આપશે.

 આ પણ વાંચો - Amreli : Reels બનાવવાનાં ચક્કરમાં 15 વર્ષીય સગીરે કર્યો એવો અખતરો જાણી જીવ અધ્ધર થઈ જશે!

Tags :
Advertisement

.

×