Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં, સવારથી બેઠકોનો દોર!

સાથે જ આવતીકાલે સવારથી અલગ-અલગ બેઠકો માટે નિવાસસ્થાને સમય અનામત રખાયો હોવાની પણ માહિતી છે.
amit shah in gujarat   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં  સવારથી બેઠકોનો દોર
Advertisement
  1. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ (Amit Shah in Gujarat)
  2. આવતીકાલે સવારથી અલગ-અલગ બેઠકો માટે નિવાસ્થાને સમય અનામત રખાયો
  3. મુલાકાતઓ માટે પણ બપોર સુધીનો સમય આરક્ષિત રાખવામાં આવ્યો
  4. સંગઠન અને સરકાર સંબંધિત અલગ અલગ બેઠકો થઈ શકે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસીય ગુજરાતનાં પ્રવાસે (Amit Shah in Gujarat) છે. દરમિયાન, તેઓ ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ આવતીકાલે સવારથી અલગ-અલગ બેઠકો માટે નિવાસસ્થાને સમય અનામત રખાયો હોવાની પણ માહિતી છે.

આ પણ વાંચો -Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

Advertisement

સવારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ-અલગ બેઠકો યોજશે!

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ 17 અને 18 મેનાં રોજ ગુજરાતની મુલાકાતે (Amit Shah in Gujarat) છે. દરમિયાન, તેઓ પાટનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ એવી પણ માહિતી છે કે આવતીકાલે સવારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અલગ-અલગ બેઠકો યોજશે. આ માટે તેમનાં નિવાસસ્થાને સમય અનામત રાખવામાં આવ્યો છે. સંગઠન અને સરકાર સંબંધિત અલગ-અલગ બેઠકો થઈ શકે છે. સાથે જ મુલાકાતઓ માટે પણ બપોર સુધીનો સમય આરક્ષિત રાખવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Chandola Lake Demolition : આ દિવસે શરૂ થશે 'મેગા ડિમોલિશન' નો બીજા તબક્કો, તૈયારીઓ શરૂ!

રાત્રે 8:00 વાગ્યા પછી પણ નિવાસ્થાને મુલાકાત અને બેઠકોનો દોર!

માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે 5:00 વાગ્યાથી ગાંધીનગરમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે રાત્રે 8:00 વાગ્યા પછી પણ નિવાસ્થાને મુલાકાત અને બેઠકોનો દોર યથાવત રહેશે અને તે માટે સમય પણ અનામત રખાયો હોવાની માહિતી છે. અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો - Kutch : ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

Tags :
Advertisement

.

×