Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

US-Israel Iran War Impact: દુબઈ-અબુધાબીમાં 3 હજાર ગુજરાતીઓ ફસાયા! 1500 એ બુકિંગ રદ કર્યું

ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના વધતા તણાવને કારણે દુબઇ અને અબુધાબીમાં અંદાજે 3000 ગુજરાતી પ્રવાસીઓ અટવાયા છે. અક્ષર ટુર્સના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે, પરંતુ અચાનક ઉભી થયેલી સ્થિતિને કારણે 1500 મુસાફરોએ બુકિંગ રદ કરાવ્યા છે. ફ્લાઇટ્સ બંધ થતા પ્રવાસન ઉદ્યોગ પર મોટી અસર પડી છે અને સ્થિતિ ક્યારે સુધરશે તે અનિશ્ચિત છે.
us israel iran war impact  દુબઈ અબુધાબીમાં 3 હજાર ગુજરાતીઓ ફસાયા  1500 એ બુકિંગ રદ કર્યું
Advertisement
  • US-Israel Iran War Impact: ઇઝરાયેલ-USનો ઇરાન-દુબઇમાં હુમલા મામલો
  • ઈરાન અને દુબઈમાં હુમલાથી સ્થિતિ વણસી
  • અમદાવાદના અક્ષર ટુર્સના ચેરમેન સાથે વાતચીત

US-Israel Iran War Impact: તાજેતરમાં ઇઝરાયેલ (Israel) અને અમેરિકા (US) દ્વારા ઇરાન (Iran) પર કરવામાં આવેલા સૈન્ય હુમલા બાદ સમગ્ર મધ્યપૂર્વમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. આ તણાવપૂર્ણ યુધ્ધની સીધી અસર હવે પર્યટકોના સ્વર્ગ ગણાતા દુબઇ (Dubai) પર પણ જોવા મળી રહી છે. ઇરાન દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં દુબઇ અને અબુધાબી (Abu Dhabi) જેવા શહેરોને નિશાન બનાવવામાં આવતા ત્યાં ભયનો માહોલ છે. આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે હજારો પ્રવાસીઓ મધ્યપૂર્વના દેશોમાં અટવાઈ પડ્યા છે.

 3000 ગુજરાતીઓ ફસાયા!

આ ગંભીર પરિસ્થિતિ અંગે અમદાવાદ (Ahmedabad) સ્થિત જાણીતી ટ્રાવેલ એજન્સી 'અક્ષર ટુર્સ' (Akshar Tours) ના ચેરમેન મનીષ શર્મા (Manish Sharma) એ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં દુબઇ અને અબુધાબીમાં અંદાજે 3000 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયેલા છે. આ પ્રવાસીઓ વેકેશન અને બિઝનેસ ટૂર માટે ત્યાં ગયા હતા, પરંતુ અચાનક એરપોર્ટ બંધ થવાને કારણે અને ફ્લાઇટ્સ રદ થવાને કારણે તેઓ સ્વદેશ પરત ફરી શક્યા નથી. જોકે, તેમણે આશ્વાસન આપ્યું છે કે તમામ ગુજરાતી પ્રવાસીઓ હાલ સુરક્ષિત (Safe) છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે.

Advertisement

1500થી વધુ બુકિંગ રદ

યુદ્ધની દહેશતને પગલે પ્રવાસીઓ ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા જ આગામી દિવસો માટેના લગભગ 1500 જેટલા મુસાફરોએ પોતે કરેલા એડવાન્સ બુકિંગ રદ (Cancellation) કરાવ્યા છે. લોકો હવે દુબઇ જવાનું ટાળી રહ્યા છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. હાલમાં ગુજરાત અને દુબઇ વચ્ચે કુલ 16 ફ્લાઇટ્સ (Flights) કાર્યરત છે, પરંતુ એરસ્પેસ બંધ હોવાને કારણે મોટાભાગની ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાયા છે.

Advertisement

સ્થિતિ સામાન્ય થવા અંગે અનિશ્ચિતતા

પર્યટકોમાં અત્યંત દુબઇમાં અત્યારે અફરાતફરીનો માહોલ છે. એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. મનીષ શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, "સ્થિતિ ક્યારે રાબેતા મુજબ થશે તે કહેવું હાલ ખૂબ મુશ્કેલ છે." ભારતીય દૂતાવાસ (Indian Embassy) પણ સતત પ્રવાસીઓના સંપર્કમાં છે અને તેમને મદદ પૂરી પાડવા પ્રયત્નશીલ છે.


આ પણ વાંચોઃ US-Israel Iran War: ભારતનો 4.33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય ખતરામાં! સુરતના ઉદ્યોગોને શું અસર?

Tags :
Advertisement

.

×