Uttarayan 2025 : પતંગ ચગાવવા ધાબે જાઓ છો ? તો પહેલા જાણો લો આજે કેવો રહેશે પવન ?
- પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર (Uttarayan 2025)
- ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત નહીં કરવી પડે
- ઉત્તરાયણમાં પવન અને દિશા બન્ને રહેશે અનુકૂળ
- આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત
ગુજરાત સહિત દેશભરમાં આજે ઉત્તરાયણનાં તહેવારની (Uttarayan 2025) ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગ ચગાવી રહ્યા છે. જો કે, ઉત્તરાયણનાં દિવસ પવન કેવો રહેશે ? આ સવાલને લઈ લોકોમાં ઉત્સુકતા અને મુંઝવણ જોવા મળતી હોય છે. ત્યાર આજે ઉત્તરાયણનાં દિવસે પતંગરસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ, AMTS બસમાં કરી તોડફોડ
આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની (Paresh Goswami) આગાહી અનુસાર, આજે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત નહીં કરવી પડે. કારણ કે પવન અને તેની દિશા બન્ને અનુકૂળ રહેશે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવનાઓ છે. પવનની ગતિ 22 કિમી પ્રતિકલાકની ઝડપે રહે તેવું અનુમાન છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. તાપમાનની વાત કરીએ તો 13 થી 14 ડિગ્રી સુધી નોંધાયું છે.
આ પણ વાંચો - Gujarat: લ્યો બોલો! હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ, પોલીસ માટે કમાણીનું નવુ સાધન
મકરસંક્રાતિએ 'દાન' કરવાનું મહત્ત્વ
મકરસંક્રાંતિ (Makar Sankranti) એટલે આજના દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયા છે. મકરસંક્રાંતિનાં દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોવાથી આ દિવસે (Uttarayan 2025) લોકો વહેલી સવારથી જ ગૌવંશને ચારો આપવા, મંદિરે દર્શન કરીને જરૂરિયાતમંદોને દાન કરે છે. ઉત્તરાયણનાં દિવસે ઊંધિયું પુરી, ચીક્કી, શેરડી, બોરની જ્યાફત સાથે ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો - અંગદાનમાં ગુજરાત સરકારનો પતંગ સાતમા આસમાને, ઉત્તરાયણ પર્વે મહાદાનની અનોખી પહેલ