Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પર્યાવરણપ્રેમીએ 1200 થી વધુ મોટા વૃક્ષોનું સફળ સ્થળાંતર કર્યું

VADODARA : પર્યાવરણ વિશે જાગૃતિનું વાતાવરણ ઊભું કરવાનો અને ગ્રીન ડેવલપમેન્ટ અને ઘટેલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ તરફ આગળ વધવાનો ઉદ્દેશ્ય - મનીષ પંજાબી
vadodara   પર્યાવરણપ્રેમીએ 1200 થી વધુ મોટા વૃક્ષોનું સફળ સ્થળાંતર કર્યું
Advertisement

VADODARA : પર્યાવરણ સાથે પ્રેમ અને તેનું જતન કરવું એ આજના સમયની ડિમાન્ડ છે. આપણે એ તો સાંભળતા આવ્યા છે કે આ પર્યાવરણ પ્રેમીએ આટલા હજાર વૃક્ષોનું વાવેતર કર્યું કે નવું જંગલ બનાવ્યું છે પરંતુ આજે એવા પર્યાવરણ પ્રેમીની વાત કરવી છે જેમને કપાયેલા વૃક્ષોનું રિ-ડેવલોપમેન્ટ કરી રહ્યા છે.

વૃક્ષનું વાવેતર કર્યા પછી તે બે વર્ષમાં તૈયાર થઈ જાય

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી (VADODARA - MSU, STUDENT) માં બોટની વિભાગમાં માસ્ટર ડિગ્રી મેળ્યા બાદ તેમને એક અનોખો વિચાર આવ્યો ને તેના ઉપર તેઓ નવા નવા પ્રોજેક્ટ પણ કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમી જે લોકો વૃક્ષોને કાપીને ફેંકી દેતા હોય છે પરંતુ આ પર્યાવરણ પ્રેમી એ જ વૃક્ષોનો સ્થળાંતર (TREE MIGRATION PROJECT - VADODARA) કરીને વૃક્ષારોપણ કરી રહ્યા છે. આ સ્થળાંતર કર્યા બાદ તે જ વૃક્ષનું વાવેતર કર્યા પછી તે બે વર્ષમાં તૈયાર થઈ જાય છે અને ઇચ્છિત પરિણામ આપણે આપે છે.

Advertisement

કેટલીક પ્રજાતિઓ લીમડાની જેમ ધીમી વૃદ્ધિ પામી

તેઓ વૃક્ષોને મેન્યુઅલી સ્થળાંતર કરીને તેનું કદ અને શાખાની પેટર્ન તપાસ કરે છે અને પછી તે મુજબ વિવિધ ટ્રીટમેન્ટ્સ અને પાણીની મદદથી, જેસીબી, હાઇડ્રોલિક એક્સેવેટરનો ઉપયોગ કરીને વૃક્ષોનો ઉછેર કરી ભવિષ્ય માટે સાચવી રહ્યા છે. આ સાથે કેટલીક પ્રજાતિઓ લીમડાની જેમ ધીમી વૃદ્ધિ પામી રહી છે અને અમારા પ્રયત્નો પછી તેને સમયની જરૂર છે વડાપ્રધાનના ટકાઉ અને હરિયાળા ભવિષ્યના લક્ષ્ય તરફ આ સંકલ્પને આગળ વધારી રહ્યા છે.

Advertisement

એકમાત્ર ઉદ્દેશ્ય ગુજરાતના મૂળ વૃક્ષોને બચાવવાનો છે

પર્યાવરણ પ્રેમી રોશન વિરોલા જણાવે છે કે, મેં એમ.એસ.યુનિવર્સિટીમાંથી બોટની વિભાગમાંથી માસ્ટર કર્યું છે. આ સાથે યુનિવર્સિટીમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વૃક્ષોના સ્થળાંતર સાથે જોડાયેલો છું. જેમાં આજ સુધીમાં ગાંધીનગર,અમદાવાદ અને વડોદરા જેવા મોટા મોટા શહેરોમાં ૧૨૦૦ થી વધુ મૂળ અને અન્ય પ્રજાતિના વૃક્ષોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ગુજરાતના મૂળ વૃક્ષોને બચાવવાનો છે.

પર્યાવરણની સલામતી અને સૌંદર્ય માટે આસપાસની જગ્યામાં વૃક્ષોનું જતન

મનીષ પંજાબી જણાવી રહ્યા છે કે, ખોદકામના કામમાં અવરોધ ઊભા કરતા ચાર વૃક્ષોનું સ્થળાંતર કરવાની પહેલ કરી છે. તેમનો ઉદ્દેશ્ય તેમના સાથીદારો અને લોકોમાં આ ખ્યાલ વિશે જાગૃતિ લાવવાનો છે. તેમને થોડા મહિના પહેલા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મેળાનું આયોજન કર્યું હતું અને ઘણા વર્ષોથી આ વિસ્તારમાં કામ કરી રહેલા સોમ્યા અક્ષત સાથે વાતચીત કરવાની તક મળી હતી. આ પ્લોટ પર ચાર વૃક્ષો હતા જે રસ્તામાં હતા. ખોદકામની કામગીરી અને તેમને કાપવા અથવા તોડી પાડવાનો એક માત્ર વિકલ્પ હતો આ વિચાર સાથે આગળ વધ્યા અને ચાર વૃક્ષોને અમારી સાઇટની નજીકની ઉપલબ્ધ જગ્યામાં સ્થળાંતર કરવા માટેનો વિચાર એ છે કે ગ્રીન ડેવલપમેન્ટ અને કાર્બન ફૂટપ્રિન્ટ્સને નિયંત્રિત કરી શકીએ છે. આ સાથે અમે આ પ્રોજેક્ટ્સમાં હરિયાળી જાળવવા વિશે સકારાત્મક સંદેશ ફેલાઈ શકે તે માટે કામ કરી રહ્યા છે આ સાથે પર્યાવરણની સલામતી અને સૌંદર્ય માટે આસપાસની જગ્યામાં વૃક્ષોનું જતન કરી રહ્યા છે.

ઇકોસિસ્ટમમાં નિર્ણાયક ભૂમિકા ભજવે

પર્યાવરણ કાર્યકર્તા સોમ્યા અક્ષતએ જણાવ્યું કે, વૃક્ષોનું પુનઃસ્થાપન શા માટે ફાયદાકારક છે તેના ઘણા કારણો છે. સૌપ્રથમ તો વૃક્ષો ઓક્સિજન પ્રદાન કરીને કાર્બન ડાયોક્સાઇડને શોષીને અને વન્યજીવન અને સુક્ષ્મસજીવો માટે રહેઠાણ પ્રદાન કરીને ઇકોસિસ્ટમમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વૃક્ષોને કાપી નાખવાને બદલે તેને સ્થળાંતર કરીને આવશ્યક ઇકોસિસ્ટમ સેવાઓ પૂરી પાડી શકીએ છે વધુમાં પરિપક્વ વૃક્ષો ઇકોસિસ્ટમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

તો આપણું જ અસ્તિત્વ એક દિવસ જોખમમાં મુકાશે

મહત્વનું છે કે આપણા શહેરને હરિયાળું બનાવવા માટે આપણા સૌ લોકોની જવાબદારી છે. આપણે આપણા વૃક્ષો અને પ્રાણીઓને માત્ર તેમના માટે જ નહિ પણ આપણા માટે પણ જાળવી રાખવાની જરૂર છે. આપણે જો તેમનું સંરક્ષણ અને જાળવણી નહિ કરીએ તો આપણું જ અસ્તિત્વ એક દિવસ જોખમમાં મુકાશે.પર્યાવરણની સાથે જોડાઈને રહેવા માટે આપણે વૃક્ષોનો ઉછેર અને તેનું જતન કરવું જ પડશે.

આ પણ વાંચો -- VADODARA : પતંગના દોરાથી બચાવતા 7 હજાર સેફ્ટી સ્કાર્ફના વિતરણનો MP ના હસ્તે પ્રારંભ

Tags :
Advertisement

.

×