Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે નવો વિવાદ : Varun Patel નો ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર

Ticket Distribution: પાટીદાર આગેવાન વરૂણ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત સમાજને 50% ટિકિટ આપવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે બિન અનામત બેઠકો પર અનામત વર્ગને ટિકિટ આપી અન્યાય ન કરવો જોઈએ. જો સામાજિક પ્રતિનિધિત્વ નહીં જળવાય તો ભાજપની હાલત પણ કોંગ્રેસ જેવી થઈ શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે નવો વિવાદ   varun patel નો ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર
Advertisement
  • પાટીદાર આગેવાન Varun Patel નો પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50 ટકા ટિકિટની કરી માંગ
  • બિન અનામત સમાજોને અન્યાય ન કરવા કરી રજૂઆત
  • બિન અનામત બેઠકો પર અનામત વર્ગને ટિકિટ ન આપો
  • જો પ્રતિનિધિત્વ નહીં જળવાય તો અસમન્વયનું બીજ રોપાશે
  • બિન અનામત વર્ગ ભાજપનો 'આધારસ્તંભ' છે: વરૂણ પટેલ
  • ખામ થિયેરી બાદ કોંગ્રેસ જેવી હાલત થાય તેવો ભય
  • ટૂંકા ગાળાના ફાયદા માટે કરોડરજ્જુ ન તોડવા કરી ટકોર

Patidar Leader Varun Patel: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. પાટીદાર આગેવાન વરૂણ પટેલે (Varun Patel) ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ પ્રમુખ (State President) ને એક પત્ર લખીને બિન અનામત સમાજો માટે મહત્વની રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં બિન અનામત વર્ગના પ્રતિનિધિત્વમાં કોઈ પણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ.

50 ટકા બેઠકો બિન અનામત સમાજ માટે ફાળવવા રજૂઆત

વરૂણ પટેલે (Varun Patel) પોતાના પત્રમાં પાયાની દલીલ કરી છે કે હાલની વ્યવસ્થા મુજબ 50 ટકા બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત છે. આથી, બાકીની જે 50 ટકા બિન અનામત બેઠકો છે, તેના પર માત્ર બિન અનામત સમાજના ઉમેદવારોને જ ટિકિટ (Ticket) આપવી જોઈએ. જો આ બેઠકો પર પણ અનામત વર્ગના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે, તો બિન અનામત વર્ગનું રાજકીય અસ્તિત્વ જોખમાશે અને સામાજિક અસમન્વયનું બીજ રોપાશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

Advertisement

બિન અનામત વર્ગ ભાજપનો 'આધારસ્તંભ'

પત્રમાં ભાજપને ટકોર કરતા વરૂણ પટેલે જણાવ્યું છે કે બિન અનામત વર્ગ (Unreserved Category) વર્ષોથી ભાજપનો મજબૂત આધારસ્તંભ (Pillar of Strength) રહ્યો છે. આ વર્ગ પક્ષની કરોડરજ્જુ સમાન છે. જો ટૂંકા ગાળાના રાજકીય ફાયદા માટે આ વર્ગની અવગણના કરવામાં આવશે, તો પક્ષની કરોડરજ્જુ તૂટી શકે છે. તેમણે આડકતરી રીતે ચેતવણી આપી છે કે પક્ષે કોઈ પણ ભોગે પોતાના વફાદાર મતબેંકને નારાજ ન કરવી જોઈએ.

Advertisement

પત્રમાં ભૂતકાળની 'ખામ' થિયેરીનો ઉલ્લેખ

વરૂણ પટેલે પત્રમાં ભૂતકાળની 'ખામ' (KHAM Theory) થિયેરીનો ઉલ્લેખ કરીને ભાજપને સાવધ કર્યા છે. તેમણે જણાવ્યું કે જે રીતે ભૂતકાળમાં કોંગ્રેસે (Congress) જ્ઞાતિ આધારિત સમીકરણોમાં ભૂલ કરી હતી અને ત્યારબાદ તેની જે હાલત થઈ છે, તેવી હાલત ભાજપની ન થાય તેનો તેમને ભય છે. સત્તા માટે સામાજિક સંતુલન બગાડવું પક્ષ માટે લાંબે ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પાટીદાર આગેવાનની આ રજૂઆતથી હવે ભાજપ હાઈકમાન્ડ ટિકિટ વિતરણમાં કેવો અભિગમ અપનાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: 'મેં ધંધાથી પૈસા કમાયા, રાજકારણમાંથી નહીં', વિવાદ બાદ અમૂલ ડિરેક્ટર Vipul Patel ની સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×