ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad ની આ સોસાયટીએ પર્યાવરણની જાળવણી માટે લીધો અનોખો નિર્ધાર, જાણો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસાદની આ સિઝનમાં મહત્તમ વૃક્ષારોપણ થાય તે પર્યાવરણ જાળવણી (Environmental protection) માટે ખુબ જરૂરી છે ત્યારે અમદાવાદની (Ahmedabad) વિશ્વકુંજ-1 સોસાયટી દ્વારા મારુ અમદાવાદ હરિયાળું (Green Ahmedabad) અમદાવાદના અભિગમ સાથે પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. વૃક્ષારોપણનો...
11:44 AM Jul 08, 2023 IST | Viral Joshi
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસાદની આ સિઝનમાં મહત્તમ વૃક્ષારોપણ થાય તે પર્યાવરણ જાળવણી (Environmental protection) માટે ખુબ જરૂરી છે ત્યારે અમદાવાદની (Ahmedabad) વિશ્વકુંજ-1 સોસાયટી દ્વારા મારુ અમદાવાદ હરિયાળું (Green Ahmedabad) અમદાવાદના અભિગમ સાથે પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. વૃક્ષારોપણનો...

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસાદની આ સિઝનમાં મહત્તમ વૃક્ષારોપણ થાય તે પર્યાવરણ જાળવણી (Environmental protection) માટે ખુબ જરૂરી છે ત્યારે અમદાવાદની (Ahmedabad) વિશ્વકુંજ-1 સોસાયટી દ્વારા મારુ અમદાવાદ હરિયાળું (Green Ahmedabad) અમદાવાદના અભિગમ સાથે પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે.

વૃક્ષારોપણનો અનોખો નિર્ધાર

ઘુમા શેલા રોડ પર આવેલા વિશ્વકુંજ-1 એપાર્ટમેન્ટના (Vishwakunj-1 Apartment) રહીશો દ્વારા આ ચોમાસાની (Monsoon) ઋતુમાં તેમના તરફથી મહત્તમ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી (Environmental protection) થાય તે માટે સોસાયટીની મીટિંગમાં મહત્વનો નિર્ણય લીધો. જેમાં સોસાયટીમાં લાગેલા કેમોપસ વૃક્ષો (Chemopus trees) (જે માત્ર સુંદર દેખાય છે) ને હટાવી પર્યાવરણની જાળવણી થાય તેવા વૃક્ષો રોપવાનો નિર્ણય કર્યો છે. સોસાયટીમાં લાગેલા કેમોપસ વૃક્ષોને હટાવી તેના સ્થાને લીમડો, બોરસલ્લી અને આસોપાલવ જેવા વૃક્ષો રોપવામાં આવશે જેનાથી પર્યાવરણની (Environment) જાળવણી થાય.

કોર્પોરેટરોએ સોસાયટીનો અભિગમ બિરદાવ્યો

વિશ્વકુંજ-1 એપાર્ટમેન્ટના રહીશો દ્વારા લેવાયેલા આ નિર્ણયની જાણ સ્થાનિક કોર્પોરેટરો (Corporators) સુરેન્દ્રભાઈ ખાચર, જયાબેન દેસાઈ અને અલકાબેન શાહને થતા તેમણે સોસાયટીના આ અભિગમને બિરદાવ્યો અને કોર્પોરેશન (AMC-Ahmedabad Municipal Corporation) તરફથી સોસાયટીને રોપા આપ્યા. આજે સોસાયટીના રહીશો અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા સોસાયટીની ચારેય બાજુ વૃક્ષારોપણ (Plantation) કરવામાં આવ્યું. તેમજ સોસાયટીના રહીશોએ દર વર્ષે એક વૃક્ષ રોપવાનો પણ શુભસંકલ્પ લીધો હતો.

દરેક સોસાયટીએ આવો સંકલ્પ લેવો જોઈએ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના (Amit Shah) પોતાના મત વિસ્તારને હરિયાળો બનાવવાના અભિગમને સ્થાનિક કોર્પોરેટરો સાકાર કરી રહ્યા છે. આ સોસાયટી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના (HM Amit Shah) મતવિસ્તારમાં આવે છે ત્યારે સ્થાનિક સોસાયટઓના સહકાર સાથે પણ આ અભિગમ સાકાર થઈ રહ્યો છે. આ સોસયટીની જેમ દરેક સોસાયટી અને લોકો આ અભિગમ અપનાવે તો પર્યાવરણની સુરક્ષા વધુ સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો : SURAT NEWS : વૃદ્ધ બાની મદદે આવી સુરત પોલીસ, આશ્રમમાં આશરો અપાવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad Latest NewsAMCBopalConservation of environmentGreen AhmedabadNature LoveVishwakunj-1 Society
Next Article