ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદની વાડજ પોલીસ દારુ પકડવા ગઇ પણ....

અમદાવાદ (Ahmedabad) શહેરની વાડજ પોલીસ (Police)બાતમીના આધારે દારુનો જથ્થો ઝડપી લેવા પહોંચી ત્યારે દારુની સાથે સાથે બોગસ કોલ સેન્ટર (Call Center) પણ ઝડપાયું હતું. પોલીસે ઉંડી તપાસ કરતાં આંગડીયા પેઢી મારફતે પૈસા મંગાવાતા હોવાનો પર્દાફાશ થયો હતો. દરોડામાં દારુની બોટલો મળીઅમદાવાદ શહેરની વાડજ પોલીસને બાતમી મળી હતી કે સીમંધર સ્ટેટ્સ મિર્ચી ગ્રાઉન્ડની પાછળ એક સોસાયટીના મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાà
05:31 AM Oct 13, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad) શહેરની વાડજ પોલીસ (Police)બાતમીના આધારે દારુનો જથ્થો ઝડપી લેવા પહોંચી ત્યારે દારુની સાથે સાથે બોગસ કોલ સેન્ટર (Call Center) પણ ઝડપાયું હતું. પોલીસે ઉંડી તપાસ કરતાં આંગડીયા પેઢી મારફતે પૈસા મંગાવાતા હોવાનો પર્દાફાશ થયો હતો. દરોડામાં દારુની બોટલો મળીઅમદાવાદ શહેરની વાડજ પોલીસને બાતમી મળી હતી કે સીમંધર સ્ટેટ્સ મિર્ચી ગ્રાઉન્ડની પાછળ એક સોસાયટીના મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાà
અમદાવાદ (Ahmedabad) શહેરની વાડજ પોલીસ (Police)બાતમીના આધારે દારુનો જથ્થો ઝડપી લેવા પહોંચી ત્યારે દારુની સાથે સાથે બોગસ કોલ સેન્ટર (Call Center) પણ ઝડપાયું હતું. પોલીસે ઉંડી તપાસ કરતાં આંગડીયા પેઢી મારફતે પૈસા મંગાવાતા હોવાનો પર્દાફાશ થયો હતો. 

દરોડામાં દારુની બોટલો મળી
અમદાવાદ શહેરની વાડજ પોલીસને બાતમી મળી હતી કે સીમંધર સ્ટેટ્સ મિર્ચી ગ્રાઉન્ડની પાછળ એક સોસાયટીના મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાવાયેલો છે, જેથી વાડજ પોલીસ રેઇડ કરવામાં માટે પહોંચી હતી. પોલીસે મકાનમાં દરોડો પાડીને પાંચ દારૂની બોટલો સાથે હર્ષિલ શાહ નામના એક શખ્સની ધરપકડ કરી હતી.
લેપટોપમાંથી ચોંકાવનારી માહિતી મળી
જો કે વાડજ પોલીસની નજર ઘરના ટેબલ પર પડેલા લેપટોપ પર પડી હતી. પોલીસ કર્મીઓએ લેપટોપ ચેક કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. લેપટોપમાંથી કેટલીક એન્ટ્રીઓ મળી આવી હતી જેના આધારે પોલીસને લાગ્યું કે દાળમાં કાળુ તો છે જ અને વધુ તપાસ કરતા સામે આવ્યું કે લેપટોપ મારફતે વિદેશી નાગીરીકોને લોન આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા.  પોલીસે હર્ષીલ શાહની સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 

 પોલીસને બગાસું ખાતા પતાસું  મળ્યું
વાડજ પોલીને બાતમી મળી હતી કે એક સોસાયટીના મકાનમાં દારૂનો જથ્થો રાખેલો છે અને તેના આધારે  પોલીસે રેઇડ કરી પરંતુ રેઇડની તપાસમાં પોલીસને બોગસ કોલસેન્ટર મળી આવ્યું હતું, જેમાં અલગ અલગ રીતે અમેરિકન નાગરિકોને લોન અપાવાના બહાને તેમની પાસેથી પ્રોસેસિંગ ફી ના નામે ડોલરમાં રૂપિયા વસુલવામાં આવતા હતા. ગુગલ પે, વોલમાર્ટ,અને એપ્પલ ગીફ્ટ કાર્ડ મારફતે ભારતીય ચલણમાં આરોપી રૂપિયા મેળવતા હોવાનો ખુલાસો થયો હતો.

 બેંકમાંથી વાત કરું છું તેમ કહી છેતરપીંડી કરતો
આરોપી અલગ અલગ વેબસાઈટ મારફતે વિદેશી નાગિરકોનો ડેટા મેળવતો હતો અને તેના આધારે વિદેશી નામ આપીને છેતરપીંડી આચરતો હોવાનું સામે આવ્યું છે. ઝૂમ એપ્લિકેશન મારફતે અમેરિકન નાગરિકોને કોલ કરીને  બેંકમાંથી વાત કરું છું તેમ કહીને લોન આપવાનું કહીને છેતરપીંડી કરતો હતો. તે ચાર મહિનાથી આ બોગસ કોલ સેન્ટર ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.  

આંગડીયા પેઢી મારફતે રૂપિયાની હેરાફેરી
તપાસમાં ઘટસ્ફોટ થયો કે વિદેશી નાગરિકોને પ્રોસેસિંગ ફી ના નામે આરોપી રૂપિયા સેરવી લેતો હતો. તે ભારતીય ચલણમાં રૂપિયા આંગડીયા પેઢી મારફતે મેળવતો હતો. ઉપરાંત આરોપીના લેપટોપની તપાસમાં અમેરીકાની કેટલીક બેંકના લેટરપેડ અને લોન આપવાના લેટરપેડ પણ સેવ કરેલા મળી આવ્યા છે. અમેરિકાના નાગરિકોના મોબાઈલ નંબર અને સરનામાની વિગતો પણ પોલીસને મળી હતી. 
આ પણ વાંચો--જેમની આંખોમાં શરમ ના હોય તેમનાથી ડરવું જોઇએ...જાણો ક્યા મંત્રીએ કહ્યું
Tags :
AhmedabadcallcenterGujaratFirstpolice
Next Article