ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નોકરીના નામે ફોન આવે તો ચેતજો, સેટેલાઈટની મહિલાને ED, IT ના નામે ધમકાવી ગેંગે પડાવ્યા લાખો રૂપિયા

અમદાવાદમાં ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગના એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાની ગેંગ સાથે મળીને લોકોને નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતા હતા.ઘટનાની વિગતવાર વાત કરીયે તો સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય હેન્ડીકેપ દીપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યુ
11:03 AM Sep 19, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગના એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાની ગેંગ સાથે મળીને લોકોને નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતા હતા.ઘટનાની વિગતવાર વાત કરીયે તો સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય હેન્ડીકેપ દીપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યુ
અમદાવાદમાં ઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગના એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાની ગેંગ સાથે મળીને લોકોને નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેડની ધમકી આપી પૈસા પડાવતા હતા.
ઘટનાની વિગતવાર વાત કરીયે તો સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય હેન્ડીકેપ દીપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યું હતું.તેવામાં એપ્રિલ મહિનામાં તેઓને રાજીવ નામના શખ્સે ફોન કરી નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે, તેમ કહેતાં દીપાલીબેન ના પાડી હતી. જેથી રાજીવે તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે અને નોકરીનો ઓર્ડર આવે ત્યારે તમે પૈસા આપી દેજો તેવુ કહીને તેઓને ફસાવ્યા હતા. થોડા સમય બાદ ફરિયાદી દીપાલીબેનને ફોન કરીને ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ આપીને કહ્યું એક શખ્સે તમારા નામથી કોઈ કંપનીએ 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપ્યો છે, જે પૈસા આંતકવાદ માટે ઉપયોગમાં લેવાય છે જેથી તમારે પુછપરછ માટે દિલ્હી આવું પડશે અને જો હાજર નહીં થાવ તમારી ધરપકડ થશે તેવુ કહીને ડરાવ્યા હતા.જે કેસમાં બહાર નીકળવા માટે મહિલા પાસે 89 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા.
સાયબર ક્રાઇમ બ્રાંચે આ મામલે પ્રીતેશ ઉર્ફે લાલુ મિસ્ત્રીની મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ ભોગ બનાર મહિલાને કેસમાં બહાર કાઢવાનો વિશ્વાસ અપાવી પોતે વચેટીયો બન્યો હતો.કારણકે કોઈને શંકા ન જાય તે માટે ગુજરાતી યુવક જ ભોગ બનાર મહિલા સાથે વાતચીત કરતો હતો.જેથી આરોપી પ્રીતેશ ઠગાઇ પૈસા પણ પોતાના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા જેના બદલે 5 લાખ રૂપિયા મળ્યા હતા.આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી અને આરોપી પ્રીતેશ મુંબઈની એક જ ચાલીમાં સાથે રહેતા હતા.
પકડાયેલ આરોપી પ્રીતેશ મિસ્ત્રીના 3 મોબાઇલ ફોન કબ્જે લીધા છે, જેની પૂછપરછ સામે આવ્યું કે નોકરીના નામે ઇડી અને ઇન્કમટેક્ષ અધિકારીની ખોટી ઓળખ આપી દિલ્હીની ગેંગ દ્વારા ઠગાઇનું નેટવર્ક ચલાવામાં આવે છે.જેમાં અનેક લોકો ભોગ બન્યા છે પણ સાયબર ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે.
Tags :
GujaratFirstthreateningwomanofSatellite
Next Article