Weather Forecast : ઠંડી, ગરમીની આંખમિચોલી વચ્ચે કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી
- હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી (Weather Forecast)
- રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાય તેવી શક્યતાઓ
- પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી
- બીજી વખત 7 થી 10 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે.
Weather Forecast : રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે. જો કે, લોકો અત્યારથી જ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતા છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે બીજી વખત 7 થી 10 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ (Unseasonal Rains) ખાબકવાની આગાહી છે.
આ પણ વાંચો - Rajkot : રાત સુધી હાજર રહેલા આયોજકો સવારે અચાનક 'છૂમંતર' ! સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો
પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી
હાલ, રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલેની આગાહી અનુસાર, રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન અને બીજી વખત 7 થી 10 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ ખાબકી શકે છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો - Rajkot : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ 'તોફાની રાધા' નો આપઘાત, તપાસમાં ચોંકાનાવાર ખુલાસા થવાની વકી
કમોસમી વરસાદથી ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ
જ્યારે બીજા તબક્કામાં એટલે કે 7 થી 10 માર્ચ દરમિયાન રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rains) પડી શકે છે. જો કે, માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. ત્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. આથી, ઉનાળુ પાક બાજરી, મકાઈ વગેરેને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ છે.
આ પણ વાંચો - Surat : યુવકના ઘરે જઈ મારામારી કરી, ઘર-દુકાન અને કારને લગાવી આગ!