Weather News: દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી, જાણો ગુજરાતના વાતાવરણ વિશે
- Weather News: અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી
- માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા ચેતવણી અપાઈ
- ઉત્તર અને પૂર્વ ભારતના 29 શહેરમાં કડકડતી ઠંડી પડશે
Weather News: દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી છે. જેમાં અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી આપવામાં આવી છે. ત્યારે માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. ઉત્તર અને પૂર્વ ભારતના 29 શહેરમાં કડકડતી ઠંડી પડશે. પહાડી વિસ્તારમાં ગાઢ ધૂમ્મસ અને તાપમાનમાં ઘટાડો થશે.
ભારતના હવામાનમાં હાલ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે
ભારતના હવામાનમાં હાલ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર ભારત હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારત જાન્યુઆરી મહિનામાં પણ ચોમાસા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ બદલાતા સમીકરણો વચ્ચે ગુજરાત પણ ઠંડી અને વાદળછાયા વાતાવરણની બેવડી અસર અનુભવી રહ્યું છે. હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ગાઢ દબાણને કારણે તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિન્દ મહાસાગરમાં સક્રિય થયેલું ડિપ્રેશન હવે વધુ મજબૂત બનીને પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
Weather Update | દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી | Gujarat First
અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી
માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા ચેતવણી અપાઈ
ઉત્તર અને પૂર્વ ભારતના 29 શહેરમાં કડકડતી ઠંડી પડશે
પહાડી વિસ્તારમાં ગાઢ ધૂમ્મસ અને તાપમાનમાં ઘટાડો થશે… pic.twitter.com/iXcNOJFdg5— Gujarat First (@GujaratFirst) January 10, 2026
Weather News: વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુમાં ભારે વરસાદની આગાહી કરાઈ
આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો-પ્રેસરમાં પરિવર્તિત થતા ગુરુવાર, 8 જાન્યુઆરીથી તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલમાં મોટાપાયે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાએ તમિલનાડુના દરિયાકાંઠાના અને અંદરના ભાગો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મયિલાદુથુરાઇ, નાગપટ્ટીનમ, તંજાવુર, તિરુવરુર, પુદુકોટ્ટઇ અને કરાઇકલમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે રામનાથપુરમ, શિવગંગા, તિરુચિરાપલ્લી, અરિયાલુર, કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના
વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
આ પણ વાંચો: Sun-Moon Conjunction 2026: મૌની અમાવસ્યા પર એક ખાસ સંયોગ, ત્રણ રાશિઓ રહેશે ભાગ્યશાળી


