Weather Report : રાજ્યમાં ઠેર ઠેર ગાત્રો થીજવી દે તેવી ઠંડી! જાણો આગાહી અને ક્યાં કેટલું છે તાપમાન ?
- રાજ્યમાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ (Weather Report)
- પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો
- નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર
Weather Report : રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પવનની દિશા બદલાતા વહેલી સવારથી લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મોટાભાગનાં જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને રાજકોટમાં (Rajkot) 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ (Uttarayan) સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે એવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Kutch : 540 ફૂટ ઊંડા બોરવેલમાંથી દીકરીને બહાર કાઢવા સંઘર્ષ યથાવત, ગઈકાલે કેમેરમાં કેદ થઈ હતી
પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું
ઉત્તરભારતમાં હિમવર્ષા અને પવનની દિશા બદલાતા રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જ્યારે, નલિયા (Naliya) 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, રાજકોટમાં 8.2 અને કેશોદમાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત, ભુજમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી, કંડલામાં 8.9 ડિગ્રી, ડીસા 12.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 13.6 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) January 6, 2025
આ પણ વાંચો - Himmatnagar Civil: ચીની વાયરસનું સંક્રમણ અટકાવવા સાબરકાંઠા આરોગ્ય તંત્ર સજ્જ
ક્યાં કેટલું તાપમાન ?
આ સિવાય અમરેલીમાં (Amreli) 10.6 ડિગ્રી, ભાવનગર 13.6 ડિગ્રી, દ્વારકામાં 14.6 ડિગ્રી , ઓખામાં 19.1 ડિગ્રી, પોરબંદરમાં 10.6 ડિગ્રી , વેરાવળમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 08.2 ડિગ્રી , સુરેન્દ્રનગર 12.0 ડિગ્રી અને મહુવામાં 12.6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, રાજ્યમાં ઉત્તરાયણ સુધી ઠંડીનું જોર યથાવત (Weather Report) રહી શકે છે.
આ પણ વાંચો - Amreli: લેટર કાંડની પીડિતા પાટીદાર યુવતી મામલે SITની રચના કરવામાં આવી