Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Report : એકવાર ફરી ઠંડી મચાવશે કહેર! ચિંતા વધારે એવી હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ સહિત રાજ્યભરમાં વહેલી સવારથી કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા છે.
weather report   એકવાર ફરી ઠંડી મચાવશે કહેર  ચિંતા વધારે એવી હવામાન વિભાગે કરી આગાહી
Advertisement

રાજ્યમાં આજથી આગામી સપ્તાહ સુધી કોલ્ડવેવની આગાહી (Weather Report)
આજથી ગુજરાતનાં અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું
અમદાવાદમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો, તાપમાનમાં ઘટાડો

Weather Report : રાજ્યમાં છેલ્લા એક-બે દિવસ ઠંડીનું જોર ઘટ્યું હતું, આથી કડકડતી ઠંડીથી લોકોને રાહત મળી હતી. પરંતુ, આગામી દિવસોમાં ઠંડીનું જોર એકવાર ફરી વધવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજથી આગામી સપ્તાહ સુધી કોલ્ડવેવની (Coldwave) આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ (Ahmedabad) સહિત મોટાભાગનાં જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gondal: મોતની દોરી સમાન ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે ત્રણની ધરપકડ, નોંધાઈ ફરિયાદ

Advertisement

આજથી આગામી સપ્તાહ સુધી કોલ્ડવેવની આગાહી

રાજ્યમાં આજથી આગામી સપ્તાહ સુધી કોલ્ડવેવની આગાહી (Weather Report) કરવામાં આવી છે. ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થતાં રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વહેલી સવારથી કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા છે. અમદાવાદની વાત કરીએ તો તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી આગામી સપ્તાહ સુધી ઠંડી 10 ડિગ્રી અને તેની નીચે જાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો - AMC ઓફિસ બહાર કોંગ્રેસ કર્યો નકલી નોટો વરસાદ, ભરતીમાં થયેલા કોંભાંડ મામલે તપાસ કરવા માંગ

અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ

અમદાવાદમાં વહેલી સવારમાં ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વાતાવરણમાં ધુમ્મસ રહેતા વિઝિબિલિટીમાં ઓછી થતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જ્યારે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે અને કેટલીક જગ્યાએ તાપમાન 8 ડિગ્રી અને તેની આસપાસ રહે તેવી હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે.

આ પણ વાંચો - Bhavnagar: વીજચોરીને લઈ PGVCLની ટીમ એકશનમાં, 97 વીજ કનેક્શનમાંથી ઝડપાઈ વીજચોરી

Tags :
Advertisement

.

×