ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Report : ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર! ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા

વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો હાડ કંપાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
09:58 AM Jan 06, 2025 IST | Vipul Sen
વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો હાડ કંપાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
tHANDI_Gujart_first
  1. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું (Weather Report)
  2. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા
  3. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાની સંભાવના

Weather Report : અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે. હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તરાયણ સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. સાથે જ આગામી સપ્તાહ સુધી કોલ્ડવેવની (Coldwave) આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તરભારતમાં હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

આ પણ વાંચો - Banaskantha Division : એક તરફ વિરોધનો વંટોળ, બીજી તરફ ઉજવણી! થરાદમાં રેલી અને સન્માન કાર્યક્રમ!

ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં લોકો હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. માહિતી અનુસાર, ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી હાલ પણ યથાવત છે. કાશ્મીરનાં (Kashmir) બારામૂલાનાં કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જ્યારે દક્ષિણ કાશ્મીરનાં કોકરનાગમાં માઇનસ 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શ્રીનગરમાં માઇનસ 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે આગામી દિવસોમાં હિમવર્ષાની આગાહી છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પણ હિમવર્ષાની આગાહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને લદ્દાખમાં (Ladakh) હિમવર્ષાની સંભાવના છે.

આ પણ વાંચો - Rajkot : AIIMS માં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, કારણ ચોંકાવનારું!

વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા

ઉત્તરભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો હાડ કંપાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. માહિતી અનુસાર, સવારનાં સમયે અમદાવાદ શહેરનાં તાપમાનનો પારો 12 થી 13 ડિગ્રી સુઘી નોંધાયો છે. જ્યારે ઉત્તરાયણ (Uttarayan) સુધી ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ (Weather Report) છે. સવારનાં સમયે ઠંડીનાં કારણે વાતાવરણમાં ધુમ્મસ રહેતા વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો - Gujarat: હવે CMOનો નકલી અધિકારી પકડાયો, જમીન વિવાદમાં તોડ કરતા ભાંડો ફૂટ્યો

Tags :
AhmedabadBaramullaBreaking News In Gujaraticold in GujaratColdWaveGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHimachal PradeshKashmirLadakhLatest News In GujaratiMeteorological DepartmentNews In GujaratiNorth IndiaUttarayanweather forecastweather reportWinter in Gujarat
Next Article