36

સોશિયલ મિડિયા યુવાનો માટે દૂષણ બનતું જાય છે. યુવાન દીકરીઓના માતા પિતા માટે આવા ઘણાં ચેતવણીરુપ કિસ્સાઓ નોંધાય છે. પ્રેમ સંબંધમાં રિજેક્શન મંજૂર ન હોય તેમ યુવાનો પોતાની પ્રમિકાનું ગળું કાપી નાંખવાની ક્રૂરતાથી માંડીને અંગતપળોના વિડીયો વાયરલ કરવા સુધીના દુષ્યકૃત્યો કરે છે. આવો જ એક કિસ્સો તાજતરમાં અમદાવાદમાં નોંધાયો છે. જેમાં એક યુવતીના અંગતપળના વિડીયો તેના પ્રેમીએ વાયરલ કર્યા હતાં.
પરિવાર જનોને અંગત ફોટોગ્રાફ્સ તથા વિડીયો મોકલી બ્લેકમેઇલીંગ
સમગ્ર બનાવની વિગત મુજબ થોડાક વર્ષો અગાઉ આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન બંનેની મરજીથી આરોપી અને ફરિયાદી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતાં. પરંતુ બાદમાં યુવતી ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ માટે ગઈ હતી અને તે સમય દરમ્યાન બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા જેથી યુવતીએ યુવકને બ્લોક કરી દીધો હતો. જેની અદાવત રાખીને આરોપી યુવકે યુવતીના પરિવાર જનોને બંને વચ્ચેના અંગત ફોટોગ્રાફ્સ તથા વિડીયો મોકલ્યાં હતાં. યુવતીને બદનામકરવાના ઇરાદે યુવક તેને બ્લેકમેલ કરતો હતો.
અંગત વિડીઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી
આરોપીએ એવી માંગણી પણ કરી હતી કે ,’ જો મને અનબ્લોક નહીં કરે તો અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ. ‘પોતાની મહિલા મિત્ર સાથેના અંગત પળોના ફોટા અને વિડિયો યુવતીના પરિવારજનોને મોકલી આપનાર પાર્થ ચાંપનેરી નામના આરોપની અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે રાણીપ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.
યુવતી ઓસ્ટ્રેલિયા ભણાવા જતી રહ્યી હતી
ઓસ્ટ્રેલિયામાં ભણતી યુવતી આખરે કંટાળીને પોતાના પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ યુવક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે ન્યુ રાણીપ વિસ્તારમાંથી પાર્થ ચાંપનેરી નામના વ્યકિતિની ધરપકડ કરી લીધી હતી.