Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ પોલીસની ઉંઘ ઉડાવી દેનારો આ હત્યારો છે કોણ? આજે મળી આવ્યા માનવ મૃતદેહના અંગો

આખરે કોણ છે આ હત્યારો.. આ સવાલ અમદાવાદ શહેરની પોલીસને સતાવી રહ્યો છે. કોણ છે આ હેવાન જે હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા એક બાદ એક કચરા પેટીમાં નાખી નિકાલ કરી રહ્યો છે. આ હત્યારા ને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ ફાંફા મારી રહી છે. સાથે જ હત્યા કેમ અને કોણે કરી તેની પણ તપાસ થઈ રહી છે.બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકની હત્યા કરાયેલ
અમદાવાદ પોલીસની ઉંઘ ઉડાવી દેનારો આ હત્યારો છે કોણ  આજે મળી આવ્યા માનવ મૃતદેહના અંગો
Advertisement
આખરે કોણ છે આ હત્યારો.. આ સવાલ અમદાવાદ શહેરની પોલીસને સતાવી રહ્યો છે. કોણ છે આ હેવાન જે હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા એક બાદ એક કચરા પેટીમાં નાખી નિકાલ કરી રહ્યો છે. આ હત્યારા ને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ ફાંફા મારી રહી છે. સાથે જ હત્યા કેમ અને કોણે કરી તેની પણ તપાસ થઈ રહી છે.
બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તે મૃતદેહનું માત્ર ધડ જ હતું. એટલે કે બે હાથ-પગ અને માથુ મળી આવ્યું ન હતું. જે અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરી હતી. તેવામાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે આજે સવારે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યા હતા. જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે. કારણ કે, એક બાદ એક માનવ અંગો મળી આવતા હત્યારો જાણે પોલીસને પડકાર ફેંકતો હોય, તેમ લાગી રહ્યુ છે. 
વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ મૃતદેહની સાયન્ટીફિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે, માનવ મૃતદેહના બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે. જેથી આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ અલગ, તે અંગે હકીકત સામે આવશે. સાથે મૃતક યુવક કોણ છે, તેની શોધખોળ માટે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકોને અને તેમના પરિવારને શોધવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની એક સિરીઝ નેટફ્લિક્સ પર જોવા મળી રહી છે. જેનું નામ Indian Predator: The Butcher of Delhi છે. આ સિરીઝમાં પણ બતાવવામાં આવ્યું છે કે, એક હત્યારો કેવી રીતે હત્યા કર્યા બાદ લાશના ટુકડા અલગ-અલગ જગ્યાએ ફેંકી દે છે. સિરીઝમાં આ સમગ્ર ઘટના દિલ્હીમાં ઘટતી બતાવવામાં આવી છે. હવે આવી જ ઘટનાઓ અમદાવાદ શહેરમાં ઘટી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે શહેરની પોલીસ આ હત્યારેને કેટલા સમયમાં પકડી શકે છે. 
Tags :
Advertisement

.

×