પતિને સિગારેટ પીવાની ના પાડતા પત્નીને દરવાજે પછાડી પતિએ આપ્યા સિગારેટના ડામ અને પછી...
અમદાવાદ શહેરમાં ગુનાખોરીના સમાચાર હવે જાણે સામાન્ય બની ગયા છે. તેટલું જ નહીં ઘરેલું હિંસા પણ ખૂબ જ વધી ગઇ છે. ત્યારે શહેરમાં ઘરેલુ હિંસાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી એક 32 વર્ષીય યુવતીએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે.CAનો અભ્યાસ કરતી સ્નેહા (નામ બદલેલ છે) નામની યુવતીના લગ્ન 9 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રતીક શાહ નામના પાલડીના યુà
Advertisement
અમદાવાદ શહેરમાં ગુનાખોરીના સમાચાર હવે જાણે સામાન્ય બની ગયા છે. તેટલું જ નહીં ઘરેલું હિંસા પણ ખૂબ જ વધી ગઇ છે. ત્યારે શહેરમાં ઘરેલુ હિંસાની વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી એક 32 વર્ષીય યુવતીએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
CAનો અભ્યાસ કરતી સ્નેહા (નામ બદલેલ છે) નામની યુવતીના લગ્ન 9 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રતીક શાહ નામના પાલડીના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસુ સસરા અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસ સુધી પતિ અને સાસુ સસરાએ તેને સારી રીતે રાખી હતી. જે બાદ સાસરિયાઓએ સ્નેહા પાસે વારંવાર ધંધો કરવા માટે પૈસાની માંગણી કરી હતી, તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા. પતિ તેને કહેતો કે તારા સાથે લગ્ન કરીને મારી સમાજમાં આબરૂ ગઈ છે.
સાસરિયાઓ સ્નેહાના માતા-પિતા પાસે રહેલા સ્કૂટરની માંગણી કરતા સ્કૂટર પરિણીતાના પિતાએ તેને પતિને આપ્યું હતું. માર્ચ 2020મા સ્નેહા સમાજના રીત રિવાજ મુજબ પિયરમાં ગઈ હતી, ત્યારબાદ સાસરીમાંથી તેને કોઈ તેડવા માટે ન આવતા તે એકલી સાસરીમાં ગઈ હતી. એક દિવસ પરણિતાએ પતિને સિગરેટ પીવાની ના પાડતા પતિએ ઘરના દરવાજા સાથે તેને ભટકાવી હતી અને સળગતી સિગારેટથી તેને ઢીચણ ઉપર ડામ આપ્યું હતું. થોડા દિવસ પછી સ્નેહા ઘરનો સામાન લેવા માટે બહાર ગઈ હતી અને ઘરે પરત ફરી ત્યારે ઘરમાં તાળું મારેલું હોય જેથી પતિ અને સાસરિયાઓને વારંવાર ફોન કરવા છતાં કોઈએ ફોન ન ઉપાડતા રાત્રે રાહ જોયા બાદ તે પિયરમાં જતી રહી હતી.
સ્નેહા 2020મા આસો સુદ પૂનમના રોજ બહુચરાજી છેડાછેડી છોડવા માટે ગઈ હતી અને પાંચ દિવસ તેના પતિ તથા સાસુ સસરા સાથે ત્યાં રોકાઈ હતી અને પાંચ દિવસ પછી પતિએ તેને કહ્યું હતું કે હવે તું તારા ઘરે જતી રહે આપણી વિધિ પૂરી થઈ ગઈ છે, આથી હવે તારી જરૂર નથી. આથી સ્નેહા પિયરમાં જતી રહી હતી અને દિવાળીના તહેવારો હોવાથી તે સાસરીમાં ગઈ હતી, પરંતુ જેઠાણી દ્વારા તેને જાણવા મળ્યું હતું કે પતિ અને સાસુ સસરા તેમજ અન્ય મિત્રો બહાર ફરવા ગયા છે. જેથી તે ફરીવાર પિયરમાં પરત ફરી ગઈ હતી. સાસરીમાં કોઈપણ જાતના પ્રસંગ કે અન્ય બાબતોની જાણ તેને કરવામાં ન આવતી હતી.
જાન્યુઆરી 2021મા સ્નેહાએ સાસુને ઘરે જવા માટે ફોન કર્યો ત્યારે સાસુએ કમુરતા હોવાના કારણે સાસરે આવવાની ના પાડી હતી, કમુરતા પૂરા થયા બાદ પરિણીતા તેના સાસરીમાં જતી હતી, ત્યારે સ્નેહાને કોરોના થતાં તેની કોઈએ કાળજી રાખી ન અને સારવાર પણ ન કરાવી માનસિક ત્રાસ આપવામાં આવતો અને તેના પતિએ તેને પિયરમાં મોકલી દીધી હતી. જે બાદ તેની તમામ સારવાર માતા પિતાએ કરી હતી. સ્નેહાએ અવાર-નવાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2021મા પતિએ સ્નેહાના કાકીને છૂટાછેડાના કાગળો આપી અને સાસરીયાઓએ છૂટાછેડા આપવા માટે પરિવારજનોને ઘરે મોકલ્યા હતા. પરંતુ યુવતી સાસરે જવા માંગતી હોય તેણે છૂટાછેડા ન આપ્યા અને તે બાબતને લઈને અંતે તેણે મહિલા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલુ હિંસા તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


