Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાંથી 14 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ, આ કારણે વેચતી હતી ડ્રગ્ઝ

અમદાવાદમાં (Ahmedabad) દારૂ માટે બદનામ એવા છારાનગર વિસ્તારમાં  દારૂની ફેકટરીઓ તો ધમધમે છે પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થયું. અહીં ડ્રગ્સ મળતું હોવાની બાતમી મળતા જ SOG ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગઝના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી લીધી. આરોપી મહિલા પાસેથી 14 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો.14 ગ્રામ ઝડપાયુંછારાનગરમાં રહેતી અફસાના બાનુ શેખને હાલ SOG ક્રાઇમે એમડી
અમદાવાદમાંથી 14 ગ્રામ ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ  આ કારણે વેચતી હતી ડ્રગ્ઝ
Advertisement
અમદાવાદમાં (Ahmedabad) દારૂ માટે બદનામ એવા છારાનગર વિસ્તારમાં  દારૂની ફેકટરીઓ તો ધમધમે છે પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થયું. અહીં ડ્રગ્સ મળતું હોવાની બાતમી મળતા જ SOG ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગઝના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી લીધી. આરોપી મહિલા પાસેથી 14 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો.
14 ગ્રામ ઝડપાયું
છારાનગરમાં રહેતી અફસાના બાનુ શેખને હાલ SOG ક્રાઇમે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. આરોપી મહિલાબ ઘરમાંથી પોલીસે 1.41 લાખનું 14 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધુ. આરોપી મહિલા બેએક વર્ષથી ઘરે બેસીને જ ડ્રગ્સની પડીકીઓ વેચતી હતી.
ગુજરાન ચલાવવા વેચતી
આ મહિલા પાસે રોજના આઠથી દસ ગ્રાહકો આવતા અને ડ્રગ્સની પડીકીઓ લેતા, જેમાં આ મહિલા 5 થી 10 હજાર રૂપિયા કમાતી. આરોપી મહિલાએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને આ ડ્રગ્સનો ધંધો ચલાવે છે.
અન્ય કડીઓ મેળવી
હાલ SOG ક્રાઈમ બ્રાન્ચએ વધુ તપાસ કરી તો આ ડ્રગ્સ મહિલા આરોપીને કિશુ ઉર્ફે કાણીયા નામનો વ્યક્તિ આપતો હતો. જે આરોપીની હાલ શોધખોળ શરૂ કરાઇ છે તો આરોપી મહિલાની સાથે આ વિસ્તારમાં ડ્રગ્સ વેચનાર અન્ય કેટલા લોકો છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે.
દારૂ સાથે ડ્રગ્સનો કારોબાર પણ શરૂ
પોલીસની આ કામગીરી થી એક વાત સ્પષ્ટ છે કે દારૂની ફેક્ટરીઓ વચ્ચે હવે અહીં ડ્રગ્સનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે અહીંના વિસ્તારમાંથી દારૂ ન પકડતી પોલીસ વધુને વધુ પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો કબ્જે કરી નશાની દુનિયા સાફ કરી શકે છે કે કેમ તે સવાલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×