Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad : પાલડીમાં મહિલાને થપ્પડ મારનાર પોલીસકર્મીને કરાયા ફરજ મુક્ત, જાણો સંપૂર્ણ ઘટના

Ahmedabad : અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થયો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર પાલડી વિસ્તારમાં રોંગસાઈડમાંથી આવતી મહિલા ચાલકે ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી ગાળો આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસકર્મીએ મહિલા વિરુદ્ધ પાલડી સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ahmedabad    પાલડીમાં મહિલાને થપ્પડ મારનાર પોલીસકર્મીને કરાયા ફરજ મુક્ત  જાણો સંપૂર્ણ ઘટના
Advertisement
  • Ahmedabad :  પાલડીમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ
  • ટ્રાફિક પોલીસકર્મીનો મહિલાને લાફો મારતો વીડિયો વાયરલ
  • મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે કરી અરજી
  • મારામારી કેમ થઈ તેને લઈને પોલીસે હાથ ધરી તપાસ

Ahmedabad : અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે બબાલ થયો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસકર્મીએ મહિલાને લાફો ઝીંકી દેતા સમગ્ર ઘટનાના વીડિયોએ ખૂબ જ ઝડપી વેગ પકડ્યો છે.

ટ્રાફિક પોલીસે મહિલાને માર્યો લાફો

મળતી માહિતી અનુસાર પાલડી વિસ્તારમાં રોંગસાઈડમાંથી આવતી મહિલા ચાલકે ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો  હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસકર્મીએ મહિલા વિરુદ્ધ પાલડી સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

મહિલાએ પાલડી પોલીસ સ્ટેનશમાં નોંધાવી ફરીયાદ (Ahmedabad )

મળતી માહિતી અનુસાર ટ્રાફિક પોલીસકર્મીની ફરિયાદ બાદ મહિલાએ પણ અરજી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે પાલડી પોલીસે મારામારી કેમ થઈ હતી તે અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસકર્મી દ્વારા મહિલાને લાફો ઝીંકી દેતા અનેક સવાલો પણ ઉભા થયા છે.

Advertisement

ટ્રાફિક કોન્સ્ટેબલને કરાયા ફરજ મુક્ત- DCP પશ્ચિમ ટ્રાફિક

અમદાવાદમાં પોલીસકર્મી દ્વારા મહિલાને માર મારવાના કેસમાં પશ્ચિમ ટ્રાફિક DCPએ નિવેદન આપ્યું છે. ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરાયા છે. પોલીસકર્મીએ અંજલી ચાર રસ્તા પાસે મહિલાને થપ્પડ માર્યો હતો. N ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે થપ્પડ માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે અરજી કરી હતી. પોલડી પોલીસે મહિલાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. તો પશ્ચિમ ટ્રાફિક DCPએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે મહિલાએ ટ્રાફિક સિગ્નલનો નિયમ ભંગ કર્યો છે. મહિલાએ પોલીસકર્મી પાસે આઈકાર્ડ માગ્યું હતું. તેમજ આઇકાર્ડ ફેંકી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે બોડીવોર્ન કેમેરાના ફૂટેજ લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે.

થપ્પડકાંડ બાદ મહિલાનું નિવેદન આવ્યું સામે

પાલડી વિસ્તારમાં પોલીસકર્મીએ મહિલાને લાફો ઝીક્યાનો વીડિયો વાયરલ થયા બાદ મહિલાનું પણ નિવેદન સામે આવ્યું છે. અંજલિ ક્રોસ રોડ પાસે લાયસન્સની માગણી કરી હોવાનો મહિલાનો દાવો છે. ત્યારે મોબાઈલમાં લાયસન્સ બતાવવાની વાત બાદ વિવાદ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્સ્ટેબલે ઉંચા અવાજે વાત કરી વિવાદ કર્યો હતો. તેમજ મહિલાનો દાવો છે કે તેનાથી કાર્ડ નીચે પડી જતા કોન્સ્ટેબલે લાફો માર્યો હતો. પોલીસે અમારી ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા મારી ભૂલો બતાવવાનો પ્રયાસ કરાયો હતો. મહિલાનું કહેવું છે કે ગેરવર્તણૂકના બદલે મહિલા કોન્સ્ટેબલને બોલાવી જોઈતી હતી.

શું હતી સમગ્ર ઘટના ?

ઉલ્લેખનીય છે કે અમદાવાદના (Ahmedabad)પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીએ મહિલાને લાફો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે. જો કે આ મારામારી કેમ થઈ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાલડી પોલીસે મહિલાની ફરિયાદ નોંધી તપાસ કરવા અંગે પણ તજવીજ હાથ ધરી છે. ટ્રાફિક કર્મચારી વિરુદ્ધ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે જોવાનું બાકી રહ્યું કે મહિલાને લાફો મારનાર પોલીસ કર્મી વિરુદ્ધ શું પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો:  Rajkot: જસદણથી સોમનાથ સુધીની ભવ્ય શિવ વંદના પદયાત્રા શરૂ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને પદયાત્રાનો પ્રારંભ

Tags :
Advertisement

.

×