28

અમદાવાદમાં કુતરા ખસીકરણ માટે ટેન્ડર બહાર પાડીને કામગીરી સોંપવામાં આવી છે ટેન્ડરની શરત આધીન કામગીરી નહિ થાય તો દંડની જોગવાઈની પણ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટર પર AMCની રહેમ નજર રહેતા amcને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ મહાનગપાલિકા દ્વારા રખડતા કુતરાની સમસ્યા દુર કરવા માટે કુતરા ખસીકરણની કામગીરી કરવામા આવે છે.આ કામ કોનટ્રાક્ટથી આપવામા આવે છે.કુતરા ખસીકરણની કામગીરી યોગ્ય રીતે નહી થતી હોવોનો અવારનવાર આક્ષેપ થતો રહે છે .જે કોન્ટ્રાકટરની કામગીરી યોગ્ય ન હોય તો તેઓની પાસેથી પેનલ્ટી લેવાની જોગવાઇ ટેન્ડરમા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોણ જાણે કેમ પેનલ્ટી લેવામા ઉદાસીનતા દાખવવામા આવી રહી છે.
કુતરા ખસીકરણની કામગીરીની વાત કરીએ તો, ટેન્ડરની શરત મુજબ પ્રથમ વર્ષે ત્રિમાસિક 2700 અને બીજા વર્ષે ત્રિ માસિક 2400 કુતરા ખસીકરણ કરવાના હતા જો ટેન્ડરની શરત કરતા ઓછી કામગીરી કરવામા આવે તો પ્રતિ કુતરા દીઠ 100ની પેનલ્ટી લેવાની હતી. પરંતુ આ શરત માત્ર કાગળ પર રહી છે.ખસીકરણની કામગીરી ચાર કોનટ્રાકટરને આપવામા આવી છે. જેઓ નિયમ મુજબ કામગીરી કરી શક્યા નથી. સુત્રોનુ નું માનવામાં આવે તો એનીમલ હેલ્થ ફાઉન્ડેશન પાસેથી પેનલ્ટીના 7,770,પીપલ ફોર એનીમલ ,પાસેથી 89,000 પશ ડોગ રીસર્ચ પાસેથી 54,000 રુપિયા લેવાના થાય છે. આ નાણા હજુ વસુલાયા નથી.આમ કોનટ્રાક્ટરો પાસેથી નાણા નહી વસુલી તંત્ર તિજોરીને નુકશાન કરી રહ્યુ છે.