Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વટવામાં પ્રેમસંબંધની શંકાએ યુવકની હત્યા

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ વટવામાં દીકરી સાથે વાત કરતા યુવકને પિતાએ છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. સગીર દીકરી સાથે સંબંધ જોડતો હોવાની પિતાને શંકા જતા મોતને ઘાટ ઉતારી દીધો હતો. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. છરીના ઘા ઝીકીને હત્યા...
ahmedabad   વટવામાં પ્રેમસંબંધની શંકાએ યુવકની હત્યા
Advertisement

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

વટવામાં દીકરી સાથે વાત કરતા યુવકને પિતાએ છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. સગીર દીકરી સાથે સંબંધ જોડતો હોવાની પિતાને શંકા જતા મોતને ઘાટ ઉતારી દીધો હતો. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

છરીના ઘા ઝીકીને હત્યા

Advertisement

વટવામાં રહેતા આરોપી દિલીપ પરમારે એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી.. ઘટના એવી છે કે વટવાના ચાર માળિયામાં રહેતા આરોપી દિલીપ પરમારની સગીર દીકરી મૃતક સાગર મકવાણા સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન મૃતકનો ભાઈ ત્યાંથી પસાર થતા મૃતક અને સગીરાને ઠપકો આપીને ઘરે મોકલી દીધા હતા.. જ્યારે આરોપી દિલીપ પરમારને પણ દીકરીને સમજાવીને રાખવાની જાણ કરી હતી.. જેથી ઉશ્કેરાઈ ગયેલો આરોપી દિલીપ પરમાર મૃતક ઘરેથી નીકળતો હતો ત્યારે છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી..

પ્રેમજાળમાં ફસાવી રહ્યો હોવાની શંકા

મૃતક સાગર મકવાણા 19 વર્ષનો છે. અને છેલ્લા 3 વર્ષથી વટવામાં આવેલા ચાર માળિયામાં પોતાના ભાઈ સાથે રહેતો હતો..જ્યારે આરોપી દિલીપ પરમાર તેના સામે આવેલા બ્લોકમાં રહેતો હતો.. આરોપીની સગીર દીકરી અને સાગર 4 મહિના પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. અને મિત્રતા થઈ હતી..બંન્ને એકબીજા સાથે વાત કરતા હોવાથી આરોપી દિલીપ પરમારને દીકરીને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યો હોવાની શંકા હતી. જ્યારે સાગરના ભાઇએ દીકરીને સમજાવીને ઘરમાં રાખવાનો ઠપકો આપતા દિલીપ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો..અને તેને સાગરની હત્યા કરવાનું નક્કી કરીને ઘરેથી છરો લઈને નીકળ્યો હતો.અને સાગરના છાતીના ભાગમાં છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી..

પોલીસે શરુ કરી તપાસ

પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી છરી જપ્ત કરીને વધુ પૂછપરછ શરૂ કરી..

આ પણ વાંચો---BANASKANTHA : પુત્રોએ પિતાની હત્યાના આરોપીની કરી હત્યા

Tags :
Advertisement

.

×