15 વખત સ્ટેન્ડીંગ ઓવેશન, 79 વખત તાળીઓનો ગડગડાટ , યૂએસ કોંગ્રેસમાં PM મોદીની અદભૂત, અકલ્પનીય, અવિસ્મરણીય સ્પીચ
અમેરિકાની સંસદ કે જેને યૂએસ કોંગ્રેસ કહેવામાં આવે છે ત્યાં વડાપ્રધાન મોદીએ અદભૂત, અકલ્પનીય અને અવિસ્મરણીય સ્પીચ આપી. એક એવી સ્પીચ જેને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેમની સમગ્ર સ્પીચ દરમ્યાન કુલ 15 વખત તેમને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું . અને 79 વખત તેમની સ્પીચને તાળીઓના ગડગડાટથી વધાવાઇ. સ્પીચ દરમ્યાન ઉપસ્થિત ભારતીયો દ્વારા યૂએસ સંસદમાં મોદી-મોદીના નારા પણ લાગ્યા. તેમની સ્પીચ પૂર્ણ થયા પછી તમામ સાંસદ અને સેનેટરોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યુ..એક-એક સાંસદ, એક-એક સેનેટર વડાપ્રધાન મોદીની પાસે પહોંચી હાથ મિલાવવતા જોવા મળ્યા.
તેઓ ભારત-અમેરિકાના સંબંધો પર તો બોલ્યાજ સાથે-સાથે ભારતમાં થઇ રહેલા મહિલા સશક્તિકરણ પર પણ વાત કરી, તેમણે ડિઝિટલ ઇન્ડિયાની પણ વાત કરી અને મેક ઇન ઇન્ડિયાની પણ.. સાથે-સાથે કોરોનાકળ દરમ્યાન ભારતે વેક્સિનેશનમાં જે અકલ્પનીય કામ કર્યુ અને વસુધૈવ કુટુંમ્બકમનો જે મુળ મંત્ર છે તેનુ પાલન કરી વિશ્વના અન્ય દેશોને પણ વેક્સિન પુરી પાડી તેની પણ વાત કરી. તેમણે કહ્યું કે જો અમેરિકા ઓલ્ડેસ્ટ ડેમોક્રેસી છે તો ભારત લાર્જેસ્ટ ડેમોક્રેસી છે.
આ સાથે પીએમ મોદીએ સુંદર કવિતાનું પણ પઠન કર્યુ હતું. આસમાન મેં સીર ઉઠાકર, ઘને બાદકોનો ચીર કર , રોશની કા સંકલ્પ લે.. અભી તો સુરજ ઉગા હે.. દ્રઢ નિશ્ચય કે સાથ ચલકર હર મુશ્કિલ કો પાર કર. તેમણે આ કવિતાનું ઇંગ્લીશ ટ્રાન્સલેશન કરીને જણાવ્યું તો સૌ કોઇ બસ સાંભળતા જ રહી ગયા અને તાળીઓનો ગડગડાટ શમવાનું નામ નહોતો લઇ રહ્યો.