ભારતમાં કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું, ગઈકાલ કરતા 11.5 ટકા ઓછા કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,202 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીએ 11.5 ટકા ઓછા છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં 27 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 524,241 લોકોના મોત થયા છે. જે કુલ સંક્ર્મણના 1.22 ટકા મૃત્યુ છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17,317 છે. 24 કલાકમાં 2,550 લોકો કોવિડ-19થી સાજા થયા છે. આ સાથે, આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સ
Advertisement
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,202 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીએ 11.5 ટકા ઓછા છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં 27 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 524,241 લોકોના મોત થયા છે. જે કુલ સંક્ર્મણના 1.22 ટકા મૃત્યુ છે.
હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17,317 છે. 24 કલાકમાં 2,550 લોકો કોવિડ-19થી સાજા થયા છે. આ સાથે, આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા 42,582,243 પર પહોંચી ગઈ છે જે કુલ સંક્ર્મણના 98.74 ટકા છે. અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કોરોનાના કુલ 43,123,801 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની વેક્સિનેશનની ઝુંબેશ તેજ ગતિએ ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3,10,218 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,91,37,34,314 કોરોના વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે


