રાજ્યમાં કોરોનાના નવા 188 કેસ નોંધાયા, અમદાવાદમાં 41 કેસ, એક દર્દીનું મોત
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 14 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 188 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,256 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 190 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 42, અમદાવાદમાં 40, બનાસકાંઠામાં 13, મહેસાણામાં 13 , સાબરકાંઠામાં 10 , વડોદરામાં 10, વલસાડમાà
03:59 PM Sep 14, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 14 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 188 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,256 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 190 દર્દીઓ સાજા થયા છે.
જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 42, અમદાવાદમાં 40, બનાસકાંઠામાં 13, મહેસાણામાં 13 , સાબરકાંઠામાં 10 , વડોદરામાં 10, વલસાડમાં 10, રાજકોટમાં 8, ભરુચમાં 5, સુરત જિલ્લામાં 5, ગાંધીનગરમાં 4, અમરેલીમાં 3, જામનગરમાં 3, નવસારીમાં 3, રાજકોટ જિલ્લામાં 3, આણંદમાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, કચ્છમાં 2, તાપીમાં 2, વડોદરા જિલ્લામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગરમાં 1, બોટાદમાં 1, દ્વારાકામાં 1, ખેડામાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.
ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે અમદાવાદના દર્દીનું મોત થયું હતુ. એકટિવ કેસોમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1252 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
Next Article