ગુજરાતમાં કોરોનાના નવા 195 કેસ નોંધાયા, અમદાવાદમાં 51કેસ
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 195 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 182 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1353 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1348 àª
03:28 PM Sep 07, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 195 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 182 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1353 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1348 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,59,217 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,017 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેમજ આજે નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 50,(Ahmedabad) સુરતમાં 46, વડોદરામાં 19, નવસારીમાં 10, સુરત જિલ્લામાં 09, કચ્છમાં 07, મહેસાણામાં 07, વલસાડમાં 07, ગાંધીનગર જિલ્લામાં 05, પોરબંદરમાં 05, ગાંધીનગરમાં 04, બનાસકાંઠામાં 03, મોરબીમાં 03, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 01, આણંદમાં 01, ભરૂચમાં 01, દાહોદમાં 01, પંચમહાલમાં 01, પાટણમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
Next Article