મોરબીમાં 5 વર્ષની બાળા પર દુષ્કર્મ કરનારા નરાધમને 20 વર્ષની કેદ
અહેવાલ--ભાસ્કર જોષી, મોરબી મોરબીમાં ત્રણ વર્ષ પહેલા 5 વર્ષની બાળા પર થયેલ દુષ્કર્મ મામલે આજે સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબી દ્વારા નરાધમને 20 વર્ષની કેદની સજા અને 23 હજારનો દંડની સજા ફટકારવામાં આવી છે. 5 વર્ષની બાળા પર દુષ્કર્મ મળતી માહિતી...
06:29 PM Apr 13, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--ભાસ્કર જોષી, મોરબી
મોરબીમાં ત્રણ વર્ષ પહેલા 5 વર્ષની બાળા પર થયેલ દુષ્કર્મ મામલે આજે સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબી દ્વારા નરાધમને 20 વર્ષની કેદની સજા અને 23 હજારનો દંડની સજા ફટકારવામાં આવી છે.
5 વર્ષની બાળા પર દુષ્કર્મ
મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે રહેતા શ્રમિક પરિવારની એક પાંચ વર્ષની બાળા સાથે ગત 22/09/2020 ના રોજ દુષ્કર્મ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકી બનાવનાં દિવસે મંદિરે ચોકલેટની પ્રસાદી લેવા ગઈ હતી. ત્યારે મોડું થયું છતાં બાળકી પરત ન આવતા માતા તેને શોધવા ગયા હતા. ત્યારે આરોપી નરાધમ બાળકીને પકડી ઉભેલો જોવા મળ્યો હતો. જયારે તેણે બાળકીની માતાને જોઈ ત્યારે તે બાળકીને મૂકી સ્થળ પરથી નાસી ગયો હતો. ત્યારે બાળકીની માતાએ જોતા બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતું હતું. જેને લઈ તેણે પોતાના ઘરે જઈ પોતાના પતિને બનાવ અંગે જાણ કરી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડી પાડી કોર્ટમાં રજુ કર્યો હતો. જે મામલે હાલ ચુકાદો આવ્યો છે.
સ્પેશ્યલ પોક્સો કોર્ટનો ચૂકાદો
જેમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબી દ્વારા ૧૨ મૌખિક પુરાવા અને ૨૩ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને ધ્યાને રાખીને આરોપી રવિભાઈ પરમસુખભાઈ બધેલને વીસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.23,000/-નો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગબનનારને વિક્ટીમ કમ્પૅન્સેશન એક્ટ પ્રમાણે રૂ.4,00,000/-નું વળતર રૂ.23,000 આરોપીનો દંડ મળી કુલ 4,23,000/- ચૂકવવા આદેશ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article