ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,593 કોરોનાના નવા નોંધાયા, સંક્રમણમાં ચિંતાજનક વધારો

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,593 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 44 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 15,873 એક્ટિવ કેસ છે. ભારતમાં અત્યાર સુધીમાં 187.65 કરોડ રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 19,05,374 વેક્સિનના ડોઝ આપવામા
04:22 AM Apr 24, 2022 IST | Vipul Pandya

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,593 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 44 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 15,873 એક્ટિવ કેસ છે. 
ભારતમાં અત્યાર સુધીમાં 187.65 કરોડ રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 19,05,374 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,19,479 દર્દીઓ કોરોનથી સજા થયા છે. 5,22,193 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે. 
 
રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 1,094 નવા કેસ નોંધાયા હતા અને  બે દર્દીઓના મોત થયા હતા. દિલ્હીમાં સંક્ર્મણનો દર વધીને 4.82 ટકા થઈ ગયો છે. એક દિવસ પહેલા, શહેરમાં કોવિડ માટે 22,614 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં ચેપના કુલ 18,73,793 કેસ નોંધાયા છે.  કોવિડ-19ને કારણે 26,166 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલમાં પહોંચનારા કોવિડ દર્દીઓની સંખ્યા ઓછી છે, જે સારવાર હેઠળના કુલ દર્દીઓના ત્રણ ટકાથી ઓછી છે. હાલમાં, કોવિડના 79 દર્દીઓ દિલ્હીની હોસ્પિટલોમાં દાખલ છે જ્યારે 2,532 લોકો હોમ આઇસોલેશનમાં છે.
Tags :
CoronaCoronaUpdatecovidCovid19GujaratFirst
Next Article