ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દક્ષિણ ગુજરાતના 46 હજાર ઘરોએ સોલાર વીજળી થકી વીજળીનું બિલ શૂન્ય કરી 17 કરોડની આવક ખાતામાં મેળવી

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  સુરત શહેરમાં સૌર ઊર્જા બાબતે જાગૃતિ વધી છે, સોલાર પેનલથી ઘરનું વીજબિલ શૂન્ય થતા અને વધારાની વીજળી વેચીને આવક થતા લોકોનો ઉત્સાહ વધ્યો છે. સરકારની સબસિડી યોજનાનો લાભ મળતા લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. સોલાર...
11:39 AM Oct 17, 2023 IST | Vishal Dave
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  સુરત શહેરમાં સૌર ઊર્જા બાબતે જાગૃતિ વધી છે, સોલાર પેનલથી ઘરનું વીજબિલ શૂન્ય થતા અને વધારાની વીજળી વેચીને આવક થતા લોકોનો ઉત્સાહ વધ્યો છે. સરકારની સબસિડી યોજનાનો લાભ મળતા લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. સોલાર...

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

સુરત શહેરમાં સૌર ઊર્જા બાબતે જાગૃતિ વધી છે, સોલાર પેનલથી ઘરનું વીજબિલ શૂન્ય થતા અને વધારાની વીજળી વેચીને આવક થતા લોકોનો ઉત્સાહ વધ્યો છે. સરકારની સબસિડી યોજનાનો લાભ મળતા લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. સોલાર પેનલથી ૮૬૦૦૦ ઘરોનું વીજબિલ શૂન્ય થયું છે સાથે આ 86 હજાર ઘરોએ ૧૭ કરોડ થી વધુની આવક મેળવી છે. શહેરમાં સૌથી વધારે પાલ અડાજણ અને રાંદેર વિસ્તારમાં ૪૬,૦૦૦ લોકોના એકાઉન્ટમાં ૧૭ કરોડ વધુની રકમ જમા થઇ છે...

૪૬,૦૦૦ હજાર વીજધરકોનું વીજ બિલ ઝીરો તો થયું જ સામે થી તેમને પણ આવક થઈ

સૌર ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરી લાઈટબિલ તો ઝીરો થઈ જ ગયું છે સાથે જ એક્સ્ટ્રા આવક પણ ઊભી કરવામાં વિજધારકોને સફળતા મળી છે. આ અંગે DGVCL ના દક્ષિણ ગુજરાતના એમ.ડી યોગેશ ચોધરી એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત માં છેલ્લા ત્રણ વર્ષમાં સોલાર ઊર્જા નો ૮૬૦૦૦, હજાર વીજ ધારકો વપરાશ કર્યો છે. ૮૬,૦૦૦ માંથી ૪૬,૦૦૦ હજાર વીજધરકોનું વીજ બિલ ઝીરો તો થયું જ સામે થી તેમને પણ આવક થઈ છે. એક અંદાજ પ્રમાણે ગયા વર્ષે ૪૬,૦૦૦ વીજ ધારકોને ૧૭ કરોડ થી વધુની રકમ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે.એક્સ્ટ્રા બચેલા યુનિટ ટ્રાન્સફર થાય છે,જેથી જે પહેલા DGVCL ના ગ્રાહકો હતા એ હવે સપ્લાયર્સ બની ગયા છે. તેમજ DGVCL યોજના અંતર્ગત સુરતના કનેક્શન ધારકોના ખાતામાં નાણાં જમા થયા છે.

સુરત જિલ્લો સોલાર સિસ્ટમ લગાડવામાં રાજ્યભરમાં અવ્વલ નંબરે

રાજ્ય સરકારની સબસિડીવાળી સોલાર રૂફટોપ યોજના અંતર્ગત અનેક સુરતી પરિવારોને સૌરઊર્જા થકી આવક પણ થઇ હોવાનું નોંધાયું છે. કારણ કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ અત્યાર સુધીમાં સોલાર લગાડી દર મહિને એક્સ્ટ્રા વીજળીનું ઉત્પાદન કરનારા 4૬,૦૦૦ વીજ કનેક્શન ધારકોના બેંક ખાતામાં અધધ ૧૭ કરોડ થી વધુ રૂપિયા જમા કર્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ૮૬,૦૦૦ માંથી ૪૬,૦૦૦ વીજ કનેક્શન ધારકોએ ઘરમાં ફ્રી વીજળીનો વપરાશ કર્યો પરંતુ તેના સાથે ૧૭ કરોડની આવક પણ રળી છે.પરંપરાગત વીજળીના સ્ત્રોત સાથે વીજધારકો સોલારથી વીજળીનું ઉત્પાદન કરે તેવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી હતી.હાલના તબક્કે સુરત જિલ્લો સોલાર સિસ્ટમ લગાડવામાં રાજ્યભરમાં અવ્વલ નંબરે છે, વીજ ગ્રાહકોએ વીજળીનું ઉત્પાદન કરી પહેલા ઘરમાં વીજળીનો વપરાશ કર્યો, ત્યાર બાદ વધારાની વીજળી થકી પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવ્યા.

 

રાજ્ય સરકાર ઘરો ઉપર લગાડાતી સોલાર સિસ્ટમમાં ૩ KV સુધી ૪૦ ટકા અને ત્યારબાદ ૧૨ KV સુધી ૨૦ ટકા સબસિડી આપે છે

રાજ્ય સરકાર ઘરો ઉપર લગાડાતી સોલાર સિસ્ટમમાં ૩ KV સુધી ૪૦ ટકા અને ત્યારબાદ ૧૨ KV સુધી ૨૦ ટકા સબસિડી આપે છે. ૧ KV સોલાર થકી સરેરાશ ૪ યુનિટ જનરેટ થાય છે. તેથી વીજગ્રાહકો પોતાના વપરાશ પ્રમાણે સોલાર લગાડાવી રહ્યા છે. સુરતમાં સોલાર સિસ્ટમ લગાડનારા વીજગ્રાહકોની સંખ્યા ખુબ મોટી છે.સુરતમાં ૨૦.૭૨૮ મેગવોટની સોલાર સિસ્ટમ ફિટ થઈ છે.

સુરત શહેર અને ગ્રામ્ય સર્કલ મળીને અત્યાર સુધીમાં ૨૦૭૨૮ મેગાવોટના પ્લાન્ટ અલગ અલગ ઘરો પર લગાડી દેવામાં આવ્યા છે. આ ૨૦૭૨૮ મેગાવોટ થકી સુરતમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાની વિજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જે વિજળીનું ઉત્પાદન થાય છે તેમાંથી સોલાર સિસ્ટમ લગાડનારા ઉપયોગ કરે છે. જ્યારે વધારાની આસપાસના વીજગ્રાહકોને ત્યાં વપરાશ થાય છે..

Tags :
Accounthouseholdsincomesolar electricitySouth Gujaratthousandzero electricity bill
Next Article