દેશમાં કોરોનાનું સતત વધતું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 3,275 લોકો થયા સંક્રમિત
દેશમાં કોરોના વાયરસની ગતિ ફરી તેજ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,275 નવા કેસ નોંધાયા છે અને 55 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી 3,010 લોકો સાજા પણ થયા છે.એક્ટિવ કેસમાં થયો વધારો દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,719 થઈ ગઈ છે. જે કુલ સંક્રમણના 0.05 ટકા છે. દેશમાં કોવિડના કારણે અત્યારસુધીમાં 5,23,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે કુલ સંક્રમિતના 1.22 ટકા છે. માહિતી અનુસાર, અત્યાર સ
Advertisement
દેશમાં કોરોના વાયરસની ગતિ ફરી તેજ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,275 નવા કેસ નોંધાયા છે અને 55 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી 3,010 લોકો સાજા પણ થયા છે.
એક્ટિવ કેસમાં થયો વધારો
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,719 થઈ ગઈ છે. જે કુલ સંક્રમણના 0.05 ટકા છે. દેશમાં કોવિડના કારણે અત્યારસુધીમાં 5,23,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે કુલ સંક્રમિતના 1.22 ટકા છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4,25,47,699 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતના 98.74 ટકા છે.
દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 189 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 13,98,710 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 189,63,30,362 ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે સાંજે 7 વાગ્યા સુધી 18 થી 59 વર્ષની વયના લોકોને કુલ 43,028 બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. જેને લઈને આ વયજૂથમાં બુસ્ટર ડોઝ લેનારા લોકોની કુલ સંખ્યા વધીને 10 લાખ નજીક પહોંચી છે .
Advertisement


