વડોદરામાં લોનના બહાને છેતરપીંડીનો મામલો, 20 થી વધુ લોકોના નામે 24 લાખથી વધુની લોન ઉઠાવી હતી
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
વડોદરા પોલીસના હાથે ઝડપાયેલા ભેજાબાજે ભરૂચમાં ઓફિસ ખોલી લોનના બહાને 20 લોકોને છેતર્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. ભરૂચ જિલ્લામાં 20 થી વધુ લોકોને લોનના બહાને રૂપિયા 24 લાખનો ચૂનો ચોપડનાર ભેજા બાજા સામે આખરે ગુનો દાખલ થયો છે. દંપતી સહિત અન્ય એક મળી ત્રણ લોકો સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે.
ભરૂચમાં કન્ઝ્યુમર લોન કરી આપવાના બહાને ભેજા બાજોએ ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ મોટાભાગના લોકોને ચૂનો ચોપડી ઓફિસ બંધ કરી રફુચક્કર થઈ જતા ડોક્યુમેન્ટ આપનારાઓના ઘરે બેન્ક દ્વારા લોનના હપ્તાની ઉઘરાણી કરવા પહોંચતા જ સમગ્ર મામલો સામે આવતા એ ડિવિઝન પોલીસ મથકમાં 20 લોકો છેતરાયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી અક્ષય સોલંકી ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજીવ ધીરેન્દ્ર ચૌબે તથા તેની પત્ની સોનમ રાજીવ ચૌબે બંને રહે વડોદરા અર્થ આઇકોન ખોડીયાર નગર પાસે તથા અન્ય એક પ્રતિક નરેશ ધડુક રહે વડોદરાનાઓએ ભરૂચના સોનેરી મહેલ નજીક આવેલ 7x કોમ્પલેક્ષ ખાતે ફાઇનાન્સ નામની ઓફિસ ભાડેથી રાખી વ્યાજખોરોથી છુટકારો મળે તેઓ પેમ્પ્લેટ છપાવી લોકોને તાત્કાલિક લોન અપાવવાની લોભામણી લાલચ આપી પ્રથમથી છેતરપિંડી કરવાના ઇરાદે એકબીજાથી મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું જેમાં ફરિયાદીએ ₹2 લાખ 06 હજાર 500 સાથે અન્ય 19 લોકોને ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે.
ભાડાની ઓફિસમાં 3 લોકોએ 20 જણા છેતરાયા..
(1) મીનાબેન અશ્વિનભાઈ રાણા રહેઠાણચ 80, હજાર કન્ઝ્યુમર લોનથી,
(2) વસીમ ઈકબાલ પટેલ રહેઠાણ આછોદ 3 લાખ બજાજ ફાઇનાન્સથી,
(3) સલમાન અલી પટેલ આમોદ આછોદ 1,93,500 bajaj એલ એન્ડ ટી,થી
(4) મોહમ્મદ અશરફ ઘડિયાલી રહેવાસી હલદરવા રૂપિયા 30 હજાર ક્રેડિટ કાર્ડથી,
(5) રજનીકાંત લલીતભાઈ પટેલ રહેવાસી સામલોદ ₹2,00,000 બજાજ ફાઇનાન્સથી,
(6) મેહુલ દેવજી રાઠોડ રહેઠાણ રૂચ 40 હજાર કન્ઝ્યુમર લોનથી,
(7) દર્શક પ્રકાશ સોલંકી રહેઠાણ રૂચ 1 લાખ 16 હજાર કન્ઝ્યુમર લોનથી
(8) નરેશ મોહન સોલંકી રહેઠાણ ભરૂચ ₹1,49,000 આઈડીએફસી અને એલએન્ડટીથી
(9) ભાવનાબેન વિપુલભાઈ સોલંકીરહેઠાણ રૂચ 75000 કન્ઝ્યુમર લોનથી,
(10) સાનાબેન જાવેદભાઈ શેખ હેઠાણ શેરપુરા 1,45,000 ની કન્ઝ્યુમર લોનથી
(11) શાહરૂખ અબ્બાસ સૈયદ રહેઠાણ રૂચ 48000ની એલએન્ડટીની લોનથી
(12) મુકેશભાઈ ચુનીલાલ વસાવા રહેઠાણ રૂચ 70 હજારની કન્ઝ્યુમર લોનથી
(13) અબ્દુલ કાદર ગુલામ ખલીફા રહેઠાણ રૂચ 1.50000 બજાજ કન્ઝ્યુમર લોનથી
(14) કલ્પેશભાઈ પ્રવીણભાઈ વસાવા રહેઠાણ ભરૂચ 2.65 હજાર એલ એન્ડ ટી તથા એચડીએફસી
(15) હરેન્દ્ર મોતીલાલ પાસવાન રહેઠાણ અંકલેશ્વર 57,000 કન્ઝ્યુમરથી
(16) સરોજબેન રાકેશભાઈ સહાની રહેઠાણ કલેશ્વર 20,000 કન્ઝ્યુમર લોનથી
(17) સોએબ અયુબ સિદાત રહેઠાણ અંકલેશ્વર એક લાખ 25 હજાર બજાજ એચડીએફસીથી
(18) સુનિલ રમણ વસાવા રહેઠાણ રૂચ રૂપિયા 30,000
(19) અનસ અહેમદ હિંગલાવાલા રહેઠાણ લીંબુ છાપરી 60000 એલએન્ડટી લોનથી
(20) નરેન્દ્ર નાગજી માછી રહેઠાણ ઝનોર 60000 idfc લોનથી મળી કુલ 20 જણાને 24 લાખ 40 હજારનો ચુનો ચોપડીઓ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય છે
લોનના બહાને 24 લાખ રૂપિયાનો ચૂનો ચોપડનાર આરોપીઓના નામ પર નજર કરીએ
(1) રાજેન્દ્ર ઉર્ફે રાજીવ ધીરેન્દ્ર ચૌબે રહે અર્થ આઇકોન ખોડીયાર નગર પાસે વડોદરા
(2) સોનમ રાજીવ ચૌબે મુખ્ય સૂત્રધારની પત્ની રહે અર્થ આઇકોન ખોડીયાર નગર પાસે વડોદરા
(3) પ્રતીક નરેશ ધડુક રહે વીઆઈપી રોડ વડોદરા..
વ્યાજખોરી ડ્રાઇવમાં ભેજા બાજોએ ઉઠાવ્યો લાભ
જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારુ ભૂખે ન મરે આ પંક્તિ અહીંયા ભરૂચમાં સાર્થક થઈ ગઈ છે કારણ કે વ્યાજખોરીમાં ઊંચા વ્યાજે ફેરવતા વ્યાજખોરો સામે પોલીસે ડ્રાઇવ ઉપાડી હતી અને વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહીના પગલે વ્યાજખોરોએ રૂપિયા આપવાનું બંધ કરતાં તેનો સીધો લાભ ભરૂચમાં ભેજા બાજોએ ઉઠાવી ભાડેથી ઓફિસ રાખી 20થી વધુ લોકોને લોનના બહાને ડોક્યુમેન્ટ લઈ લોન મેળવી ગઠીયાઓ રફુચક્કર થઈ જતા જેના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાય તેના ઘરે બેન્ક સંચાલકો લોનના હપ્તાની ઉઘરાણી કરવા જતા ભાંડો ફૂટ્યો અને છેતરાયેલા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા
ભરૂચમાં ઓફિસ ભાડેથી આપનારે ભાડા કરાર અને આ અંગેની નોંધણી પોલીસમાં કરાવી હતી
ભરૂચમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની માત્ર 100 મીટરની હદમાં જ ભાડાની ઓફિસમાં ભેજા બાજો મોટી છેતરપિંડી કરી રફુચક્કર થયા હોય ત્યારે સેવન એક્સ કોમ્પ્લેક્સમાં ભાડેથી ઓફિસ આપનાર માલિકે ભાડા કરાર કે પોલીસ મથકે નોંધણી કરાવી હતી ખરી તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે
બેંક કર્મીઓ ઘરે લોનના હપ્તાની ઉઘરાણી કરવા આવતા ભોગ બનનારાઓની આંખો પહોળી થઇ ગઇ
લોન માટે ઘણા લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા હતા અને આ ડોક્યુમેન્ટનો ભેજા બાજોએ ઉપયોગ કરી લોન મેળવી ઓફિસના પાટીયા પાડી રફુચક્કર થઈ ગયા હતા પરંતુ જે લોકોના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી લોન લેવાય હતી તેમના ઘરે બેંક કર્મીઓ લોનના હપ્તાની ઉઘરાણી કરવા પહોંચતા તેમના નામે લોન લેવાઈ ગઈ હોવાની વાત સામે આવતા છેતરાયેલા લોકોએ પોલીસ મથકો ઉપર દોટ મૂકી હતી અને આખરે મુખ્ય સૂત્રધાર વડોદરા ગોત્રી પોલીસના સકંજામાં આવી જતા ભરૂચમાં પણ 20 લોકોએ ફરિયાદ નોંધાવી છે
ભેજા બાજોએ છપાવેલા પેમ્પલેટમાં ઓફિસનું એડ્રેસ દર્શાવ્યું જ નહોતું
ભરૂચમાં મધ્યમ વર્ગના લોકોને છેતરવા માટે ત્રિપુટી ગેંગે અનોખું કારસ્તાન રચ્યું હતું. ભરૂચમાં ટેમ્પ્લેટ પ્રસિદ્ધ કરી માત્ર પેમ્પલેટ માં મોબાઈલ નંબર દર્શાવી મોટી છેતરપિંડી ને અંજામ આપ્યો છે અને પેમ્પલેટ માં માત્ર મોબાઈલ નંબર અને ઓછા વ્યાજે લોકોને લોન મળે તેવી લોભામણી લાલચ આપી હોવાનું પેમ્પલેટ પણ સામે આવ્યું છે જેના પગલે જેટલા લોકો છેતરાયા છે તે તમામોએ ફરિયાદ નોંધાવાની કવાયત કરી છે
મુખ્ય સુત્રધાર 4 દિવસના વડોદરા ગોત્રી પોલીસના સકંજામાં રિમાન્ડ પર
ભરૂચમાં ઓફિસ ખોલી કન્ઝ્યુમર લોન જેવી કે પર્સનલ લોન મોબાઈલ લોન તથા અન્ય લોનના બહાને લોન ની રકમ વસૂલી લોકોના ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરનાર મુખ્ય સૂત્રધાર વડોદરા ગોત્રી પોલીસના શકામાં આવી ગયો છે તેને કોર્ટમાં રજૂ કરતા તેના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન તેણે લીધેલી વિવિધ લોનના મુદ્દા માલ કબજે કરવા માટે ભેદ ઉકેલવામાં આવનાર છે કેવી રીતે લોન લીધી અને મોબાઇલની લોન બાદ મોબાઇલ કોને કેવી રીતે વેચ્યા તે તમામનો ભેદ ઉકેલવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે




