Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલના વેકરી ગામે પાણી ભરેલી કુંડીમાં પડી જતા એકવર્ષના બાળકનું મોત

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ તાલુકાના વેકરી ગામની સીમમાં આવેલી વાડીમાં પાણી ભરેલી કુંડીમા પડી જતા બાળકનું મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ વેકરીમાં ભાવેશભાઈ સોજીત્રાની વાડીમા અઢી મહીનાથી ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશનાં બાલાભાઇ ભુવારસીંગ ભાભોરનો એક વર્ષનો પુત્ર રુદ્ર...
ગોંડલના વેકરી ગામે પાણી ભરેલી કુંડીમાં પડી જતા એકવર્ષના બાળકનું મોત
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ તાલુકાના વેકરી ગામની સીમમાં આવેલી વાડીમાં પાણી ભરેલી કુંડીમા પડી જતા બાળકનું મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ વેકરીમાં ભાવેશભાઈ સોજીત્રાની વાડીમા અઢી મહીનાથી ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશનાં બાલાભાઇ ભુવારસીંગ ભાભોરનો એક વર્ષનો પુત્ર રુદ્ર સવારે કુવા નજીક રમતો હતો.. દરમિયાન પાસે આવેલી પાણી ભરેલી કુંડીમાં અકસ્માતે પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજયું હતુ.

Advertisement

બનાવ અંગે બાલાભાઇ તથા તેના પત્નીને જાણ થતા હાંફળા બની દોડી ગયા હતા.પરંતુ એ પહેલા માસુમ રુદ્રનું ડુબી જવાથી મોત નિપજયું હોય રોકકળ મચી ગઈ હતી.બાદમાં રુદ્રના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement

.

×