ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફમાં રહી ચુકેલો શખ્સ 4 કિલો ગાંજા સાથે ઝડપાયો

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગોંડલમાં એક ટ્રાવેર્લ્સ ઓફીસમાંથી 4 કિલો 60 ગ્રામ ગાંજાના જથ્થા સાથે કમેલેશ ઉર્ફે ડોકટર મુળજી ભાયાણી નામના શખ્સને ઝડપીને રૂપિયા 44 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પીઆઈ વીવી ઓડેદરાનાં માર્ગદર્શન...
03:02 PM Jul 18, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગોંડલમાં એક ટ્રાવેર્લ્સ ઓફીસમાંથી 4 કિલો 60 ગ્રામ ગાંજાના જથ્થા સાથે કમેલેશ ઉર્ફે ડોકટર મુળજી ભાયાણી નામના શખ્સને ઝડપીને રૂપિયા 44 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પીઆઈ વીવી ઓડેદરાનાં માર્ગદર્શન...

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ગોંડલમાં એક ટ્રાવેર્લ્સ ઓફીસમાંથી 4 કિલો 60 ગ્રામ ગાંજાના જથ્થા સાથે કમેલેશ ઉર્ફે ડોકટર મુળજી ભાયાણી નામના શખ્સને ઝડપીને રૂપિયા 44 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પીઆઈ વીવી ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.સી.મિયાત્રા તેમની ટીમ સાથે માદક પદાર્થની હેરાફેરી કરતા તત્વો પર વોચ રાખી રહ્યા હતા.

દરમ્યાન બાતમી મળતા ગોંડલના માર્કેટીંગ યાર્ડની સામે આવેલા શ્રીજી કોમ્પ્લેકસમાં આવેલી આશાપુરા ટુર એન્ડ ટ્રાવેર્લ્સની ઓફીસમાં દરોડો પાડયો હતો.જયાં ગાંજાના જથ્થા સાથે કમલેશ ઉર્ફે ડોકટર ભાયાણી ઝડપાયો હતો.ગાંજો, વજન કાંટો, 2 મોબાઈલ ફોન સહીતનો મુદામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આરોપી અગાઉ જુદી જુદી હોસ્પીટલોમાં નર્સીંગ સ્ટાફ તરીકે નોકરી કરી ચુકયો છે.હાલ તે ટ્રાવેર્લ્સની ઓફીસ ચલાવતો હતો.આરોપીનાં રીમાન્ડ મેળવવા તજવીજ કરાઈ છે.

Tags :
arrestedGondalMarijuananursing staffpolice
Next Article