દાહોદના આ ગામમાં એક મકાનમાં ઘૂસી ગયો ઝેરી કોબ્રા, જાણો પછી શું થયું
અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ હાલ ચોમાસા ની સિઝનને પગલે અનેક જીવજંતુઓ બહાર જોવા મળતા હોય છે.. ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી તથા બિનઝેરી સાપ પણ જોવા મળતા હોય છે. ગતરોજ ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામે એક મકાન માં ઝેરી કોબ્રા જોવા મળતા પરિવાર...
09:42 PM Aug 01, 2023 IST
|
Vishal Dave
અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ
હાલ ચોમાસા ની સિઝનને પગલે અનેક જીવજંતુઓ બહાર જોવા મળતા હોય છે.. ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી તથા બિનઝેરી સાપ પણ જોવા મળતા હોય છે. ગતરોજ ગરબાડા તાલુકાનાં ઝરીબુઝર્ગ ગામે એક મકાન માં ઝેરી કોબ્રા જોવા મળતા પરિવાર ના સભ્યો ગભરાઈ ગયા હતા. કોબ્રાએ ઘર માં ઘૂસી જઇને મરઘીને ડંખ મારતા મરઘીનું મોત થયું હતું ત્યારબાદ બાજુમાં પડેલા મરઘીના આઠ ઈંડા કોબ્રા સાપ ગળી ગયો હતો..મકાન માલિકે ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ ને જાણ કરતાં રેસક્યું ટીમના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા..અને સાપનું રેસ્કયુ કરીને તેને બહાર લાવ્યા હતા.. આ દરમ્યાન સાપે તેણે ગળેલા આઠ ઇંડા પણ મોંની બહાર કાઢયા હતા. ત્યારબાદ ઓલ એનિમલ રેસક્યું ટીમ ના સભ્યોએ સાપ ને જંગલમાં છોડી મૂક્યો હતો
Next Article