ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબીમાં ચાલુ બાઇક પર કપલના જોખમી રોમાન્સનો વીડિયો વાયરલ

અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી  અમદાવાદ માં તથ્ય પટેલ વાળી ઘટના બાદ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે મોરબીમાં લોકોએ ચેતવણી રૂપ વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. મોરબીમાં ગત રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર વીરપર થી શનાળા ગામ...
11:59 AM Oct 11, 2023 IST | Vishal Dave
અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી  અમદાવાદ માં તથ્ય પટેલ વાળી ઘટના બાદ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે મોરબીમાં લોકોએ ચેતવણી રૂપ વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. મોરબીમાં ગત રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર વીરપર થી શનાળા ગામ...

અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી 

અમદાવાદ માં તથ્ય પટેલ વાળી ઘટના બાદ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે મોરબીમાં લોકોએ ચેતવણી રૂપ વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. મોરબીમાં ગત રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર વીરપર થી શનાળા ગામ નજીક આવેલ અજંતા કંપની નજીક એક કપલ ચાલુ બાઇક પર પોતાના માટે તેમજ બીજાને માટે અકસ્માતનું મોટુ જોખમ ઉભુ કરે તે રીતે રોમાન્સ કરતા નજરે પડ્યું હતું જેમાં મોરબી તરફ આવતા બાઇક પર યુવક અને યુવતી આવી રહ્યા હતા ત્યારે યુવતી જાણે પોતે સિનેમા માં બેઠી હોય તે રીતે આગળ ટાંકી પર બેસી અને યુવક સાથે પ્રેમ લીલા રચાવી ડાન્સ કરી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.

જો કે આધારભૂત સૂત્રો મુજબ આ વીડિયો ગત રાત્રિ નો મોરબી રાજકોટ હાઇવે પર આવેલ અજંતા કંપની નજીક નો છે જેમાં રાત્રીના 11.45 આસપાસ આ યુવક યુવતી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે બાઇક નંબર GJ 36 AH 1428 નંબર પર એક યુવક અને યુવતી અકસ્માતને ખુલ્લેઆમ આમંત્રણ આપતા હોય તે રીતે પ્રણય લીલામાં મશગુલ બની ગયા હતાજેમાં મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમો માટે જાગૃત કરવામાં આવે છે ત્યારે આવી ધટના યુવા વર્ગ માટે શર્મસાર કરનારી છે તેમ કહેવામાં કોઈ શંકા ને સ્થાન નથી.

ઉલ્લેખનિય છે કે મોરબી રાજકોટ હાઇવે પર અનેક અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે યુવતી અને યુવક દ્વારા આ રીતે બીજાને માટે પણ જોખમ ઉભુ કરવું કેટલી હદે યોગ્ય છે એ ગંભીર ચર્ચાનો વિષય છે. આ યુવકે હેલ્મેટ પણ નથી પહેર્યુ..આવા વાહનચાલકો પોતાની જિંદગી તો જોખમમાં મુકે જ છે સાથે -સાથે અન્ય નિર્દોષ વાહનચાલકો તેમજ રાહદારીઓની જિંદગી પણ જોખમમાં મુકે છે. .હાલ આ વીડિયો એ મોરબીમાં ભારે ચકચાર મચાવી છે ત્યારે શું આ બાઇક ચાલક યુવક યુવતી સામે કડક દાખલા રૂપ કાર્યવાહી થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.

Tags :
couplemorbimoving bikeriskyRomanceVideoViral
Next Article