ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુત્રાપાડામાં ખુલ્લેઆમ વેચાતા દારુનો વીડિયો આવ્યો સામે, શું પોલીસની રહેમ નજર ?

અહેવાલઃ અર્જુન વાળા, ગીર-સોમનાથ  સુત્રાપાડામાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડીયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વીડિયો સુત્રાપાડાના બીચ વિસ્તારની ઝુપડપટ્ટીનો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દેશી દારૂ સુત્રાપાડાના ગોરખમઢી વિસ્તારમાંથી આવતો હોવાનું જાણવા મળ્યુ છે, જેને લઈ...
10:29 PM Oct 02, 2023 IST | Vishal Dave
અહેવાલઃ અર્જુન વાળા, ગીર-સોમનાથ  સુત્રાપાડામાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડીયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વીડિયો સુત્રાપાડાના બીચ વિસ્તારની ઝુપડપટ્ટીનો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દેશી દારૂ સુત્રાપાડાના ગોરખમઢી વિસ્તારમાંથી આવતો હોવાનું જાણવા મળ્યુ છે, જેને લઈ...
અહેવાલઃ અર્જુન વાળા, ગીર-સોમનાથ 
સુત્રાપાડામાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડીયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વીડિયો સુત્રાપાડાના બીચ વિસ્તારની ઝુપડપટ્ટીનો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દેશી દારૂ સુત્રાપાડાના ગોરખમઢી વિસ્તારમાંથી આવતો હોવાનું જાણવા મળ્યુ છે, જેને લઈ લોકોમાં પોલીસ અને તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
સામાન્ય ચીજોનું વેંચાણ થતું હોય તેમ સુત્રાપાડા ના દરિયાઈ બીચ વિસ્તારમાં દેશી દારૂ વેચાઈ રહ્યો છે. એટલું જ નહીં અહીં દારૂ વેંચવા અને ખરીદવા આવતા લોકોમાં પોલીસ કે કાયદાનો કોઈપણ પ્રકારનો ભય પણ દેખાતો નથી. એક બાદ એક લોકો દૂધ જેવી સામાન્ય વસ્તુ ખરીદવા આવતા હોય તેવી રીતે આવે છે. અને વેચાણ કરનાર વ્યક્તિ કોઈપણ ભય વિના આરામથી બધાને પ્રસાદીની માફક દારૂની કોથળીઓ આપી રહ્યો છે.
બીચ પર આવતા દીકરા-દીકરીઓ પર કેટલી માઠી અસર પડશે તે મોટો સવાલ
વીડિયો જોતા એવુ લાગે છે કે  વેચનાર ઉપર પોલીસનાં ચારેય હાથ હોય, સુત્રાપાડામાં ના દરિયાઈ બીચ વિસ્તારમાં લોકો દુર-દુરથી ફરવા થી આવે છે અને રોજ સાંજ પડતાની સાથે જ આ બીચ પર લોકોનો જમાવડો જામે છે સ્કૂલમાં ભણતા બાળકો દીકરા-દીકરીઓ ખૂબ મોટા પ્રમાણમાં આ બીચ પર સાંજ પડતાની સાથે જ આવે છે ત્યારે તેના પર કેટલી માઠી અસર પડશે તે મોટો સવાલ છે.
Tags :
liquorpolicesoldSutrapadaVideo
Next Article