રાજ્યમાં નવા 165 કોરોનાના કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં
ગુજરાતમાં આજે ફરી એકવાર ફરી કોરોનાના કેસ વધતાં જોવાં મળી રહ્યાં છે. આજે રાજ્યમાં નવા 165 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. ગાંધીનગર,સુરત સહિત રાજ્યમાં સતત કેસ વધી રહ્યાં છે કોરોનાના કેસ સુરતમાં 12 ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. જામનગર અને મહેસાણામાં વધુ 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોન
Advertisement
ગુજરાતમાં આજે ફરી એકવાર ફરી કોરોનાના કેસ વધતાં જોવાં મળી રહ્યાં છે. આજે રાજ્યમાં નવા 165 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. ગાંધીનગર,સુરત સહિત રાજ્યમાં સતત કેસ વધી રહ્યાં છે કોરોનાના કેસ સુરતમાં 12 ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. જામનગર અને મહેસાણામાં વધુ 5 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 165 કેસ સામે આવ્યા છે. ગઇકાલે રાજ્યમાં 111 કેસ સામે આવ્યા હતા. રાહતની વાત છે કે છેલ્લાં 24 કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયુ નથી.બીજી તરફ કોરોનાની સારવાર બાદ 77 લોકો સાજા થયા છે. પરંતુ ચિંતાની બાબત એ છે કે અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ નોંધયા છે. આજે શહેરમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઇ હતી. સાથે જ 1લી જુલાઇએ રથયાત્રા યોજાવા જઇ રહી છે ત્યારે કોરોનાના કેસનો વધતો આંકડો ચિંતાનો વિષય છે.
બીજી તરફ કોરોના સંક્રમણથી સામે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વેક્સીનના 45 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં વેક્સીનના કુલ 11 કરોડ 5 લાખ 90 હજાર 48 ડોઝ આપવામાં આવ્યા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 528 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10945 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ 12 લાખ 14 હજાર 663 લોકો સાજા થયા છે. ગુજરાત રાજ્યમાં નો રિકવરી રેટ હાલમાં 99.03 ટકા છે. સાથે જ મૃત્યુઆંક શૂન્ય છે.


