રાજ્યમાં એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ કોરોનાના વધ્યા કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આ આંકડો ઉપર જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જીહા, રાજ્યમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા છે. વળી રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં (190) નોંધાયા છે. જોકે, આ દરમિયાન રાજ્યમાં કોરોનાથી 426 દર્દીઓ ઠીક પણ થયા છે. રાજ્યમાં એક તરફ ભારે વરસાદે લોકોની મુસિબતમાં વધારો કર્યો છે, ત્યારે કોરોનાના કેસમાં પણ વૃદ્ધિ જોવા મળી રà
03:02 PM Jul 11, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આ આંકડો ઉપર જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જીહા, રાજ્યમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા છે. વળી રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં (190) નોંધાયા છે. જોકે, આ દરમિયાન રાજ્યમાં કોરોનાથી 426 દર્દીઓ ઠીક પણ થયા છે.
રાજ્યમાં એક તરફ ભારે વરસાદે લોકોની મુસિબતમાં વધારો કર્યો છે, ત્યારે કોરોનાના કેસમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 511 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાથી 426 દર્દીઓ ઠીક પણ થયા છે. અત્યાર સુધીમાં 12,23,270 દર્દીઓ સાજા થયા છે. જે બાદ હવે રાજ્યમાં કોરોનાના 4,214 એક્ટિવ કેસ છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં 190 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, સુરતમાં 87, વડોદરામાં 45, મહેસાણામાં 31, ગાંધીનગરમાં 30, ભાવનગરમાં 28, રાજકોટમાં 22, કચ્છમાં 18, મોરબીમાં 11, અરવલ્લી અને નવસારીમાં 8-8 કેસ, વલસાડમાં 6, અમરેલી અને આણંદમાં 4-4 કેસ, બનાસકાંઠા અને પોરબંદરમાં 4-4 કેસ, તાપીમાં 3, ભરૂચ અને ખેડામાં 1-1 કેસ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4214 થયા છે, જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,948 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 25,316 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - વીતેલા 24 કલાકમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા
Next Article