ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : નારોલમાં નજીવી બાબતે પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું, ઇસનપુરમાં Video બનાવતા 3 ની ધરપકડ

અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમવામાં મીઠું વધારે નાખવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે અન્ય એક ઘટનામાં ઇસનપુર (Isanpur) વિસ્તારમાં પોલીસ...
05:12 PM Jul 24, 2024 IST | Vipul Sen
અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમવામાં મીઠું વધારે નાખવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે અન્ય એક ઘટનામાં ઇસનપુર (Isanpur) વિસ્તારમાં પોલીસ...
સૌજન્ય : Google

અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમવામાં મીઠું વધારે નાખવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે અન્ય એક ઘટનામાં ઇસનપુર (Isanpur) વિસ્તારમાં પોલીસ ચોકી બહાર વીડિયો બનાવી રોફ જમાવતા ઇસમોની પોલીસે ધરપકડ કરી છે.

જમવામાં મીઠું વધારે થઈ જતાં પતિએ પત્નીની હત્યા કરી

અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં એક હચમચાવે એવી ઘટના બની છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, નારોલમાં (Narol) શાહવાડીની મધ્યમવર્ગી સોસાયટીમાં અનિલા ડામોર તેમના પતિ સનુ ઉર્ફે સુનિલ ડામોર સાથે રહેતા હતા. દરમિયાન, જમવામાં મીઠું વધુ થઈ જતાં સનુ ઉર્ફે સુનિલ ડામોરે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને અનિલા ડામોર સાથે મારામારી કરી પતિ સુનિલ ડામોરે ખૂબ જ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી હતી. આ મામલે નારોલ પોલીસને (Narol Police) જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ચોકી બહાર વીડિયો બનાવી રોફ જમાવતા ઇસમોની ધરપકડ

અન્ય એક ઘટના ઇસનપુરથી (Isanpur) સામે આવી છે. અહીં, સૂર્યનગર પોલીસ ચોકી બહાર ઊભા રહીને વીડિયો બનાવી રોફ જમાવવાનું કેટલાક યુવકોને ભારે પડ્યું છે. પોલીસ ચોકી બહાર વીડિયો બનાવી રોફ જમાવવા પ્રયાસ કરનાર યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઝડપાયેલા યુવકોની ઓળખ કલીમ ખાન, કાસીમ હુસૈન સૈયદ અને ઈરફાન અજમેર તરીકે થઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Gir Somnath : લો બોલો...ગુજરાત પોલીસ ઉંઘતી રહી! અને કંટાળેલા કલેક્ટરે દરોડો પાડીને દારૂ પકડ્યો

આ પણ વાંચો - Justice : સુરત અને કલોલમાં દુષ્કર્મનાં કુલ 4 નરાધમોને કોર્ટે ફટકારી દાખલારૂપ સજા

આ પણ વાંચો - VADODARA : કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બાળકીનું પટકાતા મોત

Tags :
AhmedabadCrime NewsGujarat FirstGujarati NewsHusband Kills WifeIsanpurIsanpur Policemurder caseNarolNarol PoliceSuryanagar Police StationVideo
Next Article