ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ તારીખે રિલિઝ થશે અલ્લુ અર્જુનની મચ અવેઇટેડ મૂવી પુષ્પા-2

રજનીકાંતની 'જેલર' પછી 'પુષ્પા 2' સાઉથની આગામી સુપરહિટ ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યારથી પુષ્પા 2 ના અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લૂક રીલીઝ થયો છે, ત્યારથી ફિલ્મ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ ઉત્તેજના વચ્ચે હવે પુષ્પા 2ને લગતું એક મોટું...
06:55 PM Aug 30, 2023 IST | Vishal Dave
રજનીકાંતની 'જેલર' પછી 'પુષ્પા 2' સાઉથની આગામી સુપરહિટ ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યારથી પુષ્પા 2 ના અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લૂક રીલીઝ થયો છે, ત્યારથી ફિલ્મ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ ઉત્તેજના વચ્ચે હવે પુષ્પા 2ને લગતું એક મોટું...

રજનીકાંતની 'જેલર' પછી 'પુષ્પા 2' સાઉથની આગામી સુપરહિટ ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યારથી પુષ્પા 2 ના અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લૂક રીલીઝ થયો છે, ત્યારથી ફિલ્મ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ ઉત્તેજના વચ્ચે હવે પુષ્પા 2ને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો પુષ્પા 2 ની રિલીઝ ડેટ લોક કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનની મચ અવેઇટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ વર્ષ 2024ના માર્ચ માસની 22 તારીખે રિલીઝ થશે.

  22 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ

રિપોર્ટ્સ અનુસાર, પુષ્પા 2નું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. પછી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં જ પ્રોડક્શન ટીમ તેમનું કામ પૂર્ણ કરશે અને એક્શન ડ્રામા ફિલ્મ પુષ્પા-2   22 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નિર્દેશક સુકુમાર અને તેમની ટીમ આગામી થોડા દિવસોમાં ફિલ્મને પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. આ પછી ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં જશે અને કામ પૂરું થયા બાદ ફિલ્મ શક્ય તેટલી વહેલી તકે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

ટૂંક સમયમાં જ રિલીઝ થશે ટીઝર?

જો રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટીઝર શૂટિંગ પૂરું થતાં જ રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે પુષ્પા 2ના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ફિલ્મનો પહેલો વિડિયો લુક રિલીઝ કર્યો હતો. બીજા ભાગમાં વાર્તા ક્યાંથી શરૂ થવાની છે તે ક્યાંથી કહેવામાં આવ્યું છે. આ સાથે અલ્લુ અર્જુનનો એવો લુક સામે આવ્યો, જેને જોઈને લોકોની આંખો પહોળી થઇ ગઈ. બ્લુ બોડી અને લાલ આંખો, ગળામાં માળા, કાનમાં બુટ્ટી પહેરેલા અલ્લુ અર્જુને 440 વોલ્ટનો આંચકો આપ્યો છે.

Tags :
Allu ArjundateentertainmentMoviePushpa 2release
Next Article