Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આર્મી જવાનો અંબાજીના દર્શને

અહેવાલ: શક્તિસિંહ રાજપૂત,અંબાજી મડાણા ડાંગીયાના 250 તાલીમાર્થી 25 કિલોમીટર ચાલીને અંબાજી મંદિર પહોંચ્યા, અંબાજી મંદિરમાં ભારત માતાકી જયના નારા લાગ્યા શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં...
આર્મી જવાનો અંબાજીના દર્શને
Advertisement

અહેવાલ: શક્તિસિંહ રાજપૂત,અંબાજી

મડાણા ડાંગીયાના 250 તાલીમાર્થી 25 કિલોમીટર ચાલીને અંબાજી મંદિર પહોંચ્યા, અંબાજી મંદિરમાં ભારત માતાકી જયના નારા લાગ્યા

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં દિવાળીનું પર્વ આવી રહ્યું છે.

Advertisement

શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો દૂર દૂરથી ચાલીને દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં આર્મી જવાનો પણ દર્શન કરવા આવી રહ્યા છે.મડાણા ડાંગીયા ગ્રુપના 250 તાલીમાર્થી દાંતા તાલુકાના પેથાપુર ખાતે 7 દિવસ જંગલમાં તાલીમ કરવા આવ્યા હતા. તાલીમ પૂર્ણ થયા બાદ તમામ 250 તાલીમાર્થીઓ પેથાપુર થી અંબાજી સુધી 25 km ચાલીને અંબાજી આવ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે એસઆરપી ગ્રુપ કેન્દ્ર આવેલું છે. અહીં બહારથી ઘણા બધા તાલીમાર્થીઓ તાલીમ કરવા પણ આવતા હોય છે અને ત્યારબાદ તેઓ ભારતીય સેનામાં ફરજ બજાવવા જતા હોય છે, ત્યારે મડાણા એસઆરપી ગ્રુપ ખાતે

અલગ અલગ જગ્યાઓથી આવેલા 250 તાલીમાર્થીઓ દાંતા તાલુકાના પેથાપુર ગામે જંગલમાં સાત દિવસ આર્મીની ટ્રેનિંગ માટે આવ્યા હતા અને આ ટ્રેનિંગમાં તેમને અલગ અલગ રીતની ટ્રેનિંગ જંગલમાં રહીને આર્મીના અધિકારીઓ અને મેજર સાથે તાલીમ લીધી હતી અને ત્યારબાદ પેથાપુર થી અંબાજી સુધી વહેલી સવારે ચાલતા નીકળ્યા હતા જેમાં 250 જેટલા તાલીમાર્થીઓ જોડાયા હતા અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય જય અંબે નો નાદ કરતા કરતા આ જવાનો અંબાજી મંદિર આવ્યા હતા અને અંબાજી મંદિર પરિસરમાં પણ તેમને ભારત માતાકી જય અને બોલ મારી અંબેના નારા લગાવ્યા હતા. સમગ્ર અંબાજી મંદિર ભારત માતાકી જય ના નારાથી ગુંજી ઉઠ્યુ હતુ.

કિરણસિંહ પરમારે જણાવ્યું હતું કે એસઆરપી ગ્રુપ મડાણા થી અઢીસો તાલીમાર્થીને લઈને દાંતા તાલુકાના પેથાપુર ખાતે જંગલની તાલીમાર્થી આવ્યા હતા જે સાત દિવસની તાલીમ પૂર્ણ થતા આજે સવારે પેથાપુર થી અંબાજી સુધી ચાલતા આવ્યા હતા

અને અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા .તાલીમાર્થીઓ સાથે અધિકારીઓ પણ સામેલ થયા હતા.

Tags :
Advertisement

.

×