ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દુનિયાની મહાશક્તિ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોના પોઝિટિવ

વિશ્વમાં કોરોનાના કેસમાં ભલે પહેલાની સરખામણીએ કેસ ઓછા નોંધાઇ રહ્યા હોય પરંતુ આજે પણ આ મહામારી આપણા જીવનને અસર કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોવિડ પોઝિટિવ થયા છે. ડોક્ટર્સ યુએસ પ્રેસિડેન્ટમાં જોવા મળેલા સંક્રમણના પ્રકારની તપાસ કરી રહ્યા છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.વ્હાઇટ હાઉસે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેà
03:50 AM Jul 22, 2022 IST | Vipul Pandya
વિશ્વમાં કોરોનાના કેસમાં ભલે પહેલાની સરખામણીએ કેસ ઓછા નોંધાઇ રહ્યા હોય પરંતુ આજે પણ આ મહામારી આપણા જીવનને અસર કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોવિડ પોઝિટિવ થયા છે. ડોક્ટર્સ યુએસ પ્રેસિડેન્ટમાં જોવા મળેલા સંક્રમણના પ્રકારની તપાસ કરી રહ્યા છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.વ્હાઇટ હાઉસે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેà
વિશ્વમાં કોરોનાના કેસમાં ભલે પહેલાની સરખામણીએ કેસ ઓછા નોંધાઇ રહ્યા હોય પરંતુ આજે પણ આ મહામારી આપણા જીવનને અસર કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોવિડ પોઝિટિવ થયા છે. ડોક્ટર્સ યુએસ પ્રેસિડેન્ટમાં જોવા મળેલા સંક્રમણના પ્રકારની તપાસ કરી રહ્યા છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
વ્હાઇટ હાઉસે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે અને તેમને વ્હાઇટ હાઉસમાં અલગ રાખવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ તેમની સત્તાવાર ફરજો નિભાવવાનું ચાલુ રાખશે. બાઇડેન (79) ને સંપૂર્ણ રસી આપવામાં આવી છે અને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે. પ્રથમ મહિલા જીલ બાઇડેન કોરોના નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. 79 વર્ષીય બાઇડેન પ્રથમ વખત કોવિડ-19થી સંક્રમિત થયા છે. સમાચાર અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઇડેનમાં સતત નાકમાંથી પાણી નીકળવું અને થાક જેવા હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. તેમણે કોવિડ-19ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટિવાયરલ પેક્સલોવિડ લેવાનું શરૂ કર્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, તે ફોન પર અને ઝૂમ પર આઇસોલેશનથી કામ કરશે જ્યાં સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ ન આવે, જેમાં સાતથી આઠ દિવસ લાગી શકે છે.

બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ -19 થી સંક્રમિત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં કહ્યું, "હું યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેન કોવિડ-19 સંક્રમણમાંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું."

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ જો બાઇડેને તાજેતરમાં સમરસેટ, મેસેચ્યુસેટ્સમાં કોલસાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં આપેલા ભાષણમાં તેમણે તેમના બાળપણના દિવસોનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમના ઘરની નજીકની તેલ રિફાઈનરીઓમાંથી ઉત્સર્જન તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે. સાથે જ તેમણે કહ્યું કે, આવા પ્લાન્ટથી ઝેરી ગેસ, ધુમાડો અને ગ્રીનહાઉસ ગેસ નીકળે છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, રિફાઈનરીની આસપાસના વિસ્તારોએ ક્લાઈમેટ ઈમરજન્સીને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમને કેન્સર છે. બાઇડેનના ભાષણની ક્લિપ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઇ. જોકે, બાઇડેનના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્સે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ચામડીના કેન્સરનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેની તેમણે પદ સંભાળતા પહેલા સારવાર કરી હતી.
Tags :
AmericaAmericanPresidentCoronaPositivecoronapositiveCoronaVirusCovid19GujaratFirstJoeBidenCoronaPositiveUSAUSAPresidentUSAPresidentCoronaPositive
Next Article