ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પેટ્રોલપંપની ડિલરશીપ લેવા જતા ઓનલાઇન ચિટિંગનો ભોગ બન્યા વૃદ્ધ, રૂપિયા 26 લાખ ગુમાવ્યા

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  Online Google search કરી IOC PETROL PUMP ડીલરશીપ લેવા માટે 59 વર્ષીય વૃદ્ધએ ફોર્મ ભરીને અરજી કરી હતી. જે અનુસંધાને ગઠિયાએ ફોન કરીને KYC ચેકીંગ માટે ZOOM મિટિંગમાં યોજીને બધું બરોબર હોવાનું જણાવી અવનવા બહાના બતાવીને...
07:33 AM Sep 21, 2023 IST | Vishal Dave
અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  Online Google search કરી IOC PETROL PUMP ડીલરશીપ લેવા માટે 59 વર્ષીય વૃદ્ધએ ફોર્મ ભરીને અરજી કરી હતી. જે અનુસંધાને ગઠિયાએ ફોન કરીને KYC ચેકીંગ માટે ZOOM મિટિંગમાં યોજીને બધું બરોબર હોવાનું જણાવી અવનવા બહાના બતાવીને...
અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 
Online Google search કરી IOC PETROL PUMP ડીલરશીપ લેવા માટે 59 વર્ષીય વૃદ્ધએ ફોર્મ ભરીને અરજી કરી હતી. જે અનુસંધાને ગઠિયાએ ફોન કરીને KYC ચેકીંગ માટે ZOOM મિટિંગમાં યોજીને બધું બરોબર હોવાનું જણાવી અવનવા બહાના બતાવીને તબક્કાવાર અલગ અલગ એકાઉન્ટમાં રૂ. 25 લાખ 99 હજારથી વધુની રકમ ટ્રાન્ફર કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવતાં અજાણ્યા ગઠીયા વિરુદ્ધ ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાઠાં જિલ્લાના ઈડર તાલુકાના ભદ્રેસર ગામના રૂપસિંહ બાપુસિંહ રાઠોડના દીકરા યશપાલસિંહને ઇડર-હિંમતનગર હાઇવે હિંમતપુર પાટીયા નજીક એસ.આર. કંપનીના પેટ્રોલપંપની ડીલરશીપ હતી. પરંતુ જેનું વેચાણ ઓછુ થવાના કારણે કંપનીએ પેટ્રોલ પંપ તા. 30 જુનના રોજ બંધ કરી દીધો હતો. આથી આઈઓસી કંપનીના પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા માટે રૂપસિંહે ગૂગલમાં સર્ચ કર્યું હતું.
ZOOM મિટિંગની એપ્લિકેશન થકી મિટિંગમાં જોડાયા
બાદમાં મહાત્મા ઇન્ડિયન ઓઇલની ડીલરશીપ માટેનું ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જેનાં થોડા દિવસો બાદ કોઈ પછી અજાણ્યા ગઠીયાએ ફોન કરીને ડીલરશીપ માટે કેવાયસી ચેકીંગ માટેની મોબાઇલ મિટિંગ કરવી પડશે તેમ જણાવ્યું હતું. જેથી ગઠીયાએ મોકલેલ પાસકોડ અને મિટિંગ આઈડીનાં આધારે રૂપસિંહ રાઠોડે ZOOM મિટિંગની એપ્લિકેશન થકી મિટિંગમાં જોડાયા હતા. જે મિટિંગ પૂર્ણ થયા પછી તેમને ઈમેલ મોકલી આપવામાં આવ્યો હતો.
 સાબરકાઠાં ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા 
જેમાં કેવાયસી બરોબર હોવાનો ઉલ્લેખ કરી 12 લાખ ભરવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી ડીલરશીપ મેળવવા માટે રૂપસિંહ રાઠોડે સાબરકાઠાં ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં સિક્યુરિટી ડિપોઝીટ સહિત અન્ય અવનવા બહાના બતાવીને અજાણ્યા ગઠીયાએ રૂપસિંહ રાઠોડ પાસે કુલ રૂ. 25 લાખ 99 હજારથી વધુની રકમ ટ્રાન્ફર કરાવી લીધી હતી. છેલ્લે તેઓને ટ્રાન્સપોટેશન પેટે પણ રૂ. 1.20 લાખ જમા કરાવવાનો ઈમેલ મળ્યો હતો.
સેલ્સ ઓફિસર તથા અન્ય એક અધિકારીએ ઈમેલ કંપનીના નહીં હોવાનો ખુલાસો કરતાં ભાંડો ફૂટ્યો
ત્યારબાદ રૂપસિંહ રાઠોડને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. જેથી તેમણે ગામ પાસેના ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપ ઉપર જઇ તપાસ કરતા સેલ્સ ઓફિસર તથા અન્ય એક અધિકારીએ ઈમેલ કંપનીના નહીં હોવાનો ખુલાસો કરતાં તેમને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં છેવટે ઓનલાઈન ગઠીયાએ પોતાની સાથે કરેલી છેતરપિંડી અંતર્ગત ગાંધીનગર રેંજ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Tags :
dealershipOld manonline cheatingpetrol pumpvictim
Next Article