ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન- યુનિટ-3 એ 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરી, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

અહેવાલઃ અક્ષય ભદાણે,તાપી ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, તારીખ 30-08-2023 થી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયેલ છે.   યુનિટ-3 એ 30મી જૂન, 2023 થી 10:00 કલાકે કોમર્શિયલ...
07:22 PM Sep 01, 2023 IST | Vishal Dave
અહેવાલઃ અક્ષય ભદાણે,તાપી ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, તારીખ 30-08-2023 થી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયેલ છે.   યુનિટ-3 એ 30મી જૂન, 2023 થી 10:00 કલાકે કોમર્શિયલ...

અહેવાલઃ અક્ષય ભદાણે,તાપી

ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ-3 એ, તારીખ 30-08-2023 થી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયેલ છે.   યુનિટ-3 એ 30મી જૂન, 2023 થી 10:00 કલાકે કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું હતું અને નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને આસપાસના આવેલા રાજ્યોને વીજળી પૂરી પાડે છે. આ ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક છે ક્ષણ અને તે આપણી વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ તકનીકની ક્ષમતા પણ દર્શાવે છે.

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન એ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL), દ્વારા સંચાલિત છે, જે પરમાણુ ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે જવાબદાર છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરનો સમાવેશ થાય છે, એટલે કે બે 220 મેગાવોટ ના કુલ 440 મેગાવોટ અને બે 700 મેગાવોટના એવા 1,400 મેગાવોટ પાવરના યુનિટ આવેલા છે. કે.એ.પી.પી-3 અને 4નો 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો સ્વદેશી રીતે વિકસિત PHWR અનેક આધુનિક સલામતી સુવિધાઓ ધરાવતો પ્લાન્ટ છે. અદ્યતન ટેકનોલોજીથી ડિઝાઇનથી સુસજ્જિત કાર્યક્ષમ સ્ટેશનનું સુનિશ્ચિત અને અવિરત વીજળી ઉત્પાદન માટે ખુબજ ચોકસાઇ થી અને સાવચેતીપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ-3 દ્વારા પૂર્ણ ક્ષમતાના ઉત્પાદનની સિદ્ધિ એ કાકરાપાર ગુજરાત સાઇટ માટે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને રાષ્ટ્ર માટે સલામત, વિશ્વસનીય અને ટકાઉ વીજશક્તિ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

ભારતના ઊર્જાના ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે, વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવામાં કેએપીએસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને દેશના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરે છે.  700 મેગાવોટ ઉત્પાદનની આ સિદ્ધિ સમર્પણ અને સખત મહેનતનું પરિણામ છે.  KAPS ખાતેના કુશળ કર્મચારીઓ, જેમણે પ્લાન્ટનું સંચાલન અને જાળવણી, સલામતી અને કામગીરીના ચોક્કસ ધોરણોને પુર્ણ રૂપે અનુસરી, ટીમના અથાક પ્રયાસો સાથે ખંતપૂર્વક કરી છે, જે સ્ટેશનની અવિરત કામગીરી સુનિશ્ચિત કરવામાં નિમિત્ત છે.

આ નોંધપાત્ર સિદ્ધિ પર વધુ માહિતી આપતા શ્રી સુનિલ કુમાર રોય, સાઇટ ડિરેક્ટર, કાકરાપાર ગુજરાત સાઇટે જણાવ્યું હતું કે, અમને 700 મેગાવોટની સફળ પ્રાપ્તિની જાહેરાત કરતા ગર્વ છે. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ-3 ખાતે વીજ ક્ષમતાનું ઉત્પાદનની આ સિદ્ધિ રાષ્ટ્રની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.  અમે આ સિદ્ધિ માટે અમારા ઉચ્ચ કુશળ કર્મચારીઓના પ્લાન્ટની સલામત અને કાર્યક્ષમ કામગીરી અને અતૂટ સમર્પણ માટે આભારી છીએ.આ માઇલસ્ટોન પૂર્ણ થવાથી પરમાણુ ક્ષેત્રે અગ્રેસર તરીકે KAPS ની સ્થિતિ વધુ મજબૂત બને છે.  ભારતના ઉર્જા ક્ષેત્રમાં, KAPS વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. સ્ટેશનની કામગીરી સ્વચ્છ અને પરમાણુ શક્તિનો ટકાઉ સ્ત્રોત ના ઉપયોગ કરવાની સરકારની દ્રષ્ટિ સાથે તાલબદ્ધ છે.

 

Tags :
700 MWachievedAtomic Power Stationfull capacityKakraparUnit-3
Next Article