Bharuch : વિધર્મી પરિણીત યુવક હિંદુ યુવતીને ભગાડી ગયો, પોલીસની નિષ્ક્રિયા સામે પિતાની આત્મવિલોપનની ચીમકી!
ભરૂચ (Bharuch) જિલ્લાનાં એક ગામની હિન્દુ અનુસૂચિત જાતિની યુવતીને (Scheduled Caste Hindu Girl) વડોદરા જિલ્લાનાં એક તાલુકાનાં વિધર્મી પરિણીત યુવકે ભગાડીને કોઈ અજાણ્યા ઘરમાં બંધક બનાવી હોવાના આક્ષેપ સાથે યુવતીનાં પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, છેલ્લા 1 મહિનાથી યુવતીની કોઈ ભાળ મળી નથી. ત્યારે યુવતીની હત્યા કરી દેવામાં આવે તો જવાબદાર કોણ ? છેલ્લા એક મહિનાથી પોલીસ પાસે ન્યાયની આશાએ ઝઝૂમતા દીકરીનાં પિતા હવે હિન્દુ સંગઠન અને અનુસૂચિત જાતિના સંગઠનનાં શરણે આવ્યા છે અને આગામી દિવસોમાં મોટું આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ભરૂચ જિલ્લાનાં (Bharuch) એક ગામના ફરિયાદીએ પોલીસ મથકમાં પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન વડોદરા (Vadodara) જિલ્લાનાં એક તાલુકાનો એક સંતાનો વિધર્મી પિતા અનુસૂચિત જાતિની હિન્દુ યુવતીને ભગાડી લઈ ગયો હોવાનું અને કોઈ ઘરમાં બંધક બનાવી હતી અને બળજબરીપૂર્વક યુવતીનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો યુવતીના સગા પાસે આવતા તે વીડિયો પોલીસ સુધી પહોંચાડી અને આ વીડિયોમાં યુવતી એકલી હોવાનું બોલાવડાવ્યું હોય તમે લાગતું હોવાના પણ યુવતીના પિતાએ આક્ષેપ કર્યા હતા. યુવતીને મારી નાખવામાં આવે તો જવાબદાર કોણ ? તેવા આક્ષેપ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુવતીનાં પિતા પોતાની દીકરીને શોધવા માટે ભટકી રહ્યા છે. પરંતુ, છેલ્લા એક મહિનાથી દીકરીની કોઈ ભાળ મળી નથી. તેમ જ પોલીસ તરફથી પણ યોગ્ય જવાબ નહીં મળતા અંતે ન્યાયની આશાએ ભરૂચ જિલ્લા પોલીસ વડાના દ્વાર ખખડાવ્યા છે.
દીકરીના પિતાએ આપી આંદોલન અને આત્મવિલોપનની ચીમકી
આ સાથે એક મહિનાથી અનુસૂચિત જાતિની ગુમ યુવતીનાં પિતા પોતાની દીકરીને શોધવા માટે ભટકી રહ્યા છે અને અંતે હિન્દુ સંગઠન (Hindu Organization) અને અનુસૂચિત જાતિનાં સંગઠન ના શરણે આવી દીકરી પરત મેળવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો દીકરી નહીં મળે તો આવનાર સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી વાત દીકરીના પિતાએ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પરિણીત વિધર્મી યુવકનાં માતા-પિતા ન હોવાનાં કારણે તેના કાકા સાથે રહેતો હોય અને આ કાકા રાજકીય વર્ગ ધરાવતા હોય, જેના કારણે પોલીસ પણ ફરિયાદીની દીકરીને શોધવામાં નબળી પડતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં દીકરીને શોધવા માટે આંદોલન કરવાની અને સાથે જ આત્મવિલોપન સુધીની ચીમકી પીડિત પિતા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
યુવક-યુવતીના સગાઓની પૂછપરછ કરાઈ રહી છે : મહિલા PI
અનુસૂચિત જાતિની યુવતીને વિધર્મી પરિણીત યુવક ભગાડી ગયો હોવાનાં મામલે તપાસ ચાલી રહી છે. યુવતીનાં પિતાએ ગુમસુદાની ફરિયાદી આપી છે, જેમાં સુરતના કરજણમાં પણ તપાસ કરવામાં આવી છે. સાથે તેના પરિવારોની પૂછપરછ કરવામાં આવી છે, જેને યુવકને ભરૂચ છોડ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. પાસપોર્ટના વેરિફિકેશન બાબતે પણ લાગતા વળગતા વિભાગને જાણ કરવામાં આવી છે તેમ મહિલા પીઆઇએ કહ્યું હતું.
સોમવારે SP ને રૂબરૂ મળી ફરિયાદ દાખલ થાય તેવા પ્રયાસ :- હિન્દુ સંગઠન
આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસ (Bharuch Police) વડા મયુર ચાવડાને રૂબરૂ સોમવારે મળીશું અને હિન્દુ યુવતી વહેલી તકે મળી આવે અને આવા વિધર્મી યુવકોની શાન ઠેકાણે આવે તેવી માગણી રહેશે. જરૂર પડે તો હિન્દુ સંગઠનો મેદાનમાં પણ ઉતરશે. તેવું હિન્દુ સંગઠનની એક મહિલા અગ્રણીએ જણાવ્યું હતું.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Ahmedabad Airport : ટેક્સી ડ્રાઇવર-સિક્યોરિટી ગાર્ડ વચ્ચે જોરદાર મારામારી! ઘટના CCTV માં કેદ
આ પણ વાંચો - Gujarat Government : તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર જેમ ગુજરાતમાં પણ IAS-IPS બન્યા ?
આ પણ વાંચો - Rain in Gujarat : 174 જેટલા માર્ગ બંધ, 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 45 નું રેસ્ક્યુ કરાયું