Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ભારતી પેટ્રોલ પંપ પર ચપ્પુની અણીએ ધીંગાણું, કર્મચારી પર જીવલેણ હુમલો!

ભરૂચ જિલ્લામાં હવે નજીવી બાબતે મારામારી અને હત્યા જેવા બનાવો બનવા સામાન્ય વાત થઈ હોય તેવું લાગી રહ્યું છે. આવું જ એક ધીંગાણું માત્ર 100 રૂપિયાની માંગણી બાબતે પેટ્રોલ પંપની સામે રહેતા વ્યક્તિએ પેટ્રોલ પંપનાં કર્મચારીને માર મારી લોખંડનાં પાઈપથી...
bharuch   ભારતી પેટ્રોલ પંપ પર ચપ્પુની અણીએ ધીંગાણું  કર્મચારી પર જીવલેણ હુમલો
Advertisement

ભરૂચ જિલ્લામાં હવે નજીવી બાબતે મારામારી અને હત્યા જેવા બનાવો બનવા સામાન્ય વાત થઈ હોય તેવું લાગી રહ્યું છે. આવું જ એક ધીંગાણું માત્ર 100 રૂપિયાની માંગણી બાબતે પેટ્રોલ પંપની સામે રહેતા વ્યક્તિએ પેટ્રોલ પંપનાં કર્મચારીને માર મારી લોખંડનાં પાઈપથી કેબિનનાં કાચ તોડી અંદર ધુસી ધીંગાણું કરવા સાથે ચપ્પુની અણીએ મારા મારી કરવા આવ્યો હોવાનાં CCTV ફૂટેજ સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

ભરૂચનાં મહાત્મા ગાંધી રોડ પર આવેલ ભારતી પેટ્રોલ પંપ પર એક કર્મચારી પાસે સામે રહેતો સંજય ઉર્ફે સન્ની સોલંકી આવ્યો હતો અને કર્મચારીઓ પાસે રૂપિયાની માંગણી કરી હતી, જેથી કર્મચારીએ રૂપિયા આપવાની ના પાડતા સન્ની ઉશ્કેરાયો હતો અને પેટ્રોલ પંપનાં કર્મચારી વિજય બાબરિયા સાથે મારામારી કરી હતી. ત્યાર બાદ ગણતરીની મિનિટમાં જ લોખંડની પાઈપ લઈ આવી વિજય બાબરિયાને મારવા માટે પેટ્રોલ પંપની કાચની કેબિનમાં ધુસવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

સંજય ઉર્ફે સન્નીએ તેના હાથમાં રહેલી લોખંડની પાઈપ કાચના દરવાજા પર મારી તોડફોડ કરી હતી અને કેબિનમાં ધૂસી વિજય બાબરિયાને વાળ પકડી માર માર્યો હતો. અન્ય કર્મચારીઓ છોડાવવા વચ્ચે પડયા હતા. ત્યાર પછી પણ સંજય ઉર્ફે સન્ની સોલંકીનો ગુસ્સો આસમાને હતો અને ચપ્પુ લઈને વિજય બાબરિયા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બી ડિવિજન પોલીસે સીસીટીવી ફૂટેજનાં આઘારે સંજય ઉર્ફે સન્ની સોલંકી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - VADODARA : ભારે વરસાદ બાદ રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

આ પણ વાંચો - Rajkot: ‘ચા’ નું આવું ઘેરણ! ચાલુ વરસાદે ‘ચા’ની ચૂસકી મારતો યુવક, Video થયો Viral

આ પણ વાંચો - KUTCH : વરસાદ બાદ ખાત્રોડ ડુંગરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, મોટી સંખ્યામાં લોકો આવે છે જોવા

Tags :
Advertisement

.

×