ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાના પુત્રે વૃદ્ધને ઘરમાં ધૂંસીને માર્યા થપ્પડ, જુઓ વીડિયો

Bijnor BJP Leader: આપણી સામે અવાર-નવાર નેતાઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સામાન્ય નાગરિક કે જાહેર સ્થળ પર ગેરવર્તન કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે તેમની સામે ત્યારે કડક પગલા લેવામાં આવે છે. પરંતુ તેમ છતા આ પ્રકારનો...
10:56 PM Jul 26, 2024 IST | Aviraj Bagda
Bijnor BJP Leader: આપણી સામે અવાર-નવાર નેતાઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સામાન્ય નાગરિક કે જાહેર સ્થળ પર ગેરવર્તન કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે તેમની સામે ત્યારે કડક પગલા લેવામાં આવે છે. પરંતુ તેમ છતા આ પ્રકારનો...
Abhinav Singh, Son Of Local BJP Leader In Bijnor, Allegedly Slaps And Threatens Elderly Man & His Wife

Bijnor BJP Leader: આપણી સામે અવાર-નવાર નેતાઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા સામાન્ય નાગરિક કે જાહેર સ્થળ પર ગેરવર્તન કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે તેમની સામે ત્યારે કડક પગલા લેવામાં આવે છે. પરંતુ તેમ છતા આ પ્રકારનો પોતાની હરકતોથી આગળ આવતા નથી. ત્યારે તાજેતરમાં ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી BJP Leader ના પુત્રનો વીડિયો વાયરલ થયો છે.

તો આ Viral Video માં એક વ્યક્તિ એક વૃદ્ધને બેરહેમીથી થપ્પડ મારી રહ્યો છે. ત્યારે વૃદ્ધ સાથે મારપીટ કરતા વ્યક્તિની ઓળખ BJP Leader Birbal Singh નો પુત્ર ડૉ.અભિનવ તરીકે કરવામાં આવી છે. જોકે સ્થાનિક વિસ્તારમાં BJP Leader ના પુત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના વર્તનને કારણે લોકો પ્રશાસન વિરુદ્ધ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. તે ઉપરાંત આ ઘટનાનો વીડિયો વાયરલ થતાની સાથે ચારેય બાજુ હોબાળો મચી ગયો છે. જોકે ભાજરપ નેતા Birbal Singh એ બિજનૌર જિલ્લામાં એક અધ્યક્ષ તરીકે કામ કરે છે.

વૃદ્ધની પત્ની સાથે પણ BJP Leader એ ગેરવર્તન કર્યું

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બીજેપી નેતા Birbal Singh ના પુત્ર ડૉ. અભિનવ વૃદ્ધાના ઘરમાં ઘૂસી ગયા અને થોડીવાર દલીલ કરી અને પછી વૃદ્ધને થપ્પડ મારવા લાગ્યા. અભિનવ થોડીવાર વાત કરતો અને પછી તેને થપ્પડ મારતો. જ્યારે વૃદ્ધની પત્ની જ્યારે દખલગીરી કરવા આગળ આવી ત્યારે તેણે તેની સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં કેટલીક વાતો સંભળાય છે, જેમાં અભિનવ સિંહ કહી રહ્યા છે, ચૂપચાપ ઊભા રહો, બોલશો નહીં, હું દસ ગણીશ... અને પછી થપ્પડ મારે છે.

Birbal Singh એ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી

બીજેપી નેતા Birbal Singh એ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી કે, હું કોઈ કામ માટે બહાર હતી અને જ્યારે હું પરત આવી ત્યારે મને તેની જાણ થઈ. આ ઘટના દુઃખદ છે. માર મારનાર વૃદ્ધ અમારા સંબંધી છે. કેટલીક પારિવારિક સમસ્યાઓ હતી પણ આવું ન થવું જોઈતું હતું. તો બીજી તરફ પોલીસને આપેલી ફરિયાદમાં વૃદ્ધ પીડિતએ કહ્યું છે કે અભિનવે તેની હત્યા કરવાની પણ કોશિશ કરી છે. અને તેની પત્ની સાથે પણ ખરાબ વર્તન કર્યું હશે. પોલીસે કેસ નોંધ્યો છે પરંતુ શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે કોઈ માહિતી મળી નથી.

આ પણ વાંચો: ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ગધેડાઓને ફૂલહાર પહેરાવીને ખવડાવ્યા ગુલાબ જાંબુ, જુઓ વીડિયો

Tags :
ABHINAV SINGHbijnorBijnor BJP LeaderBijnor policeBIJNOR VIDEOBijnor Viral VideoBirbal SinghBJP Uttar PradeshCongress Uttar PradeshElderly Couple Thrashedelderly man beaten upGujarat FirstKotwali City Police StationMAN SLAPS ELDERLYSON OF BJP LEADERUPUP SHOCKERUP VIDEOUP Viral VideoUttar Pradesh
Next Article