વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.પર ભાજપનો વળતો પ્રહાર, કહ્યુ તેમની રાજનીતિ GIVE AND TAKE પર આધારિત
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. એ મુંબઈમાં પોતાની ત્રીજી બેઠક યોજ્યા પછી કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા, જે બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી વળતા પ્રહાર કર્યા અને કહ્યું કે તેમની પાસે કોઈ વિઝન નથી.
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પાર્ટી વતી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિનાયકવાદી છે, પરંતુ વિપક્ષના નેતાઓએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા નથી. "'
રવિશંકર પ્રસાદે કહ્યું કે તેમની રાજનીતિ ગીવ એન્ડ ટેક પર આધારિત
I.N.D.I.A. ગઠબંધન પર રવિશંકર પ્રસાદે કહ્યું કે તેમની રાજનીતિ ગીવ એન્ડ ટેક પર આધારિત છે. લાલુ પ્રસાદ યાદવે પરાકાષ્ઠા હાંસલ કરી છે. તે ચારા કૌભાંડમાં જામીન પર બહાર છે, 2જી અને કોમનવેલ્થમાં પણ લેવડ-દેવડ થઇ હતી. તેમણે દાવો કર્યો હતો કે આ ગઠબંધનની ત્રીજી બેઠકનું પરિણામ એ આવ્યું કે તેઓએ આ લેવડ-દેવડને રાજકીય રીતે સ્વીકારી. ત્રીજી બેઠકમાં ન તો ગરીબોના ઉત્થાનની કોઈ રૂપરેખા દેખાઈ અને ન તો ભારતના વિકાસનું કોઈ વિઝન દેખાયું.
શું રાહુલ ગાંધી ચીનના પ્રવક્તા બની ગયા છે - રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે લાલુ યાદવ પીએમ મોદી વિશે આટલી બધી વાતો કરે છે. વિરોધ પક્ષો ભારતમાં વિકલ્પ શોધવા માટે બહાર આવ્યા છે અને તેમનું એક જ કામ છે કે માત્ર અને માત્ર પીએમ નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેવા. . તેમણે કહ્યું કે શું રાહુલ ગાંધી ચીનના પ્રવક્તા બની ગયા છે ? તેમણે કહ્યું કે નીતિશ કુમાર કોપ ભવન જાય છે. લાલુ યાદવે નીતીશની રમત બગાડી નાંખી છે, અને કહ્યું કે એક જ કન્વીનર કેમ હોવો જોઈએ.