Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold-silver ના ભાવમાં થયો ઘટાડો, જાણો નવો ભાવ

Gold-silver : વૈશ્વિક બજારોમાં નબળા વલણને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું રૂ. 120 ઘટીને રૂ. 72,180 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદીના ભાવ...
gold silver ના ભાવમાં થયો ઘટાડો  જાણો નવો ભાવ
Advertisement

Gold-silver : વૈશ્વિક બજારોમાં નબળા વલણને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું રૂ. 120 ઘટીને રૂ. 72,180 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે, ચાંદીના ભાવ ગઈકાલના બંધ ભાવ રૂ. 90,600 પ્રતિ કિલોએ યથાવત રહ્યા હતા. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ રૂ. 72,180 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 120 નો ઘટાડો છે.

સોના અને ચાંદીના વૈશ્વિક ભાવ

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સોનું 2,305 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં 11 ડોલરનો ઘટાડો દર્શાવે છે . જોકે, ચાંદી 28.94 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી.

Advertisement

સોના અને ચાંદીના  ભાવ

બીજી તરફ, એમસીએક્સ એક્સચેન્જ પર સોનાના વાયદાના ભાવમાં વધારા સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. 5 ઓગસ્ટ, 2024ના રોજ ડિલિવરી માટે સોનું ગુરુવારે સાંજે 0.69 ટકા અથવા રૂ. 494ના વધારા સાથે રૂ. 71,583 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવાયું હતું. તે જ સમયે, 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.34 ટકા અથવા 305 રૂપિયાના વધારા સાથે 89,440 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

Advertisement

એક મહિનામાં સોના અને ચાંદીના ભાવ

બજારમાં સોના-ચાંદીની ચમક આ અઠવાડિયે ફિક્કી પડી ગઈ હતી, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.72726 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.66617 હતો. શુક્રવારે ચાંદી 90666 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી. ગયા અઠવાડિયે તેની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો હતો, તે એક સપ્તાહમાં 87553 રૂપિયાથી વધીને 90666 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો, જેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો  - SHARE MARKET: શેરબજારમાં તેજી,IT શેરમાં જોરદાર ઉછાળો

આ પણ  વાંચો  - 6 વર્ષ પહેલા ચંપલનો ઓર્ડર કર્યો..હવે આવ્યો કોલ..!

આ પણ  વાંચો  - Nita Ambani : નીતા અંબાણી પુત્રના લગ્નમાં પહેરશે સોનાની સાડી?

Tags :
Advertisement

.

×