Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI : કોની સરકાર બનશે ? ની ચર્ચા વચ્ચે લોનધારકો માટે RBI નો મહત્ત્વનો નિર્ણય

દેશમાં કોની સરકાર બનશે તેને લઈને હાલ ચર્ચાનો માહોલ ગરમાયો છે. ત્યારે આ વચ્ચે લોનધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, રિઝર્વ ઓફ ઈન્ડિયાએ (RBI) રેપો રેટમાં (repo rate) કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. RBI ની એમપીસી...
rbi   કોની સરકાર બનશે   ની ચર્ચા વચ્ચે લોનધારકો માટે rbi નો મહત્ત્વનો નિર્ણય
Advertisement

દેશમાં કોની સરકાર બનશે તેને લઈને હાલ ચર્ચાનો માહોલ ગરમાયો છે. ત્યારે આ વચ્ચે લોનધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, રિઝર્વ ઓફ ઈન્ડિયાએ (RBI) રેપો રેટમાં (repo rate) કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. RBI ની એમપીસી બેઠકમાં (MPC meeting of RBI) આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે રેપો રેટ 6.50 ટકા પર યથાવત રહેશે.

Advertisement

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ RBI ની એમપીસી બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, આરબીઆઈએ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે રેપો રેટ 6.50 ટકા પર યથાવત રહેશે. અગાઉ, આ નાણાકીય વર્ષ 2024-25 ની પ્રથમ MPC બેઠકમાં (MPC meeting of RBI), પોલિસી દરો સ્થિર રાખવામાં આવ્યા હતા. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) બુધવારે મુંબઈમાં શરૂ થયેલી બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. રેપો રેટ સ્થિર રહેવાથી લોન ધારકોની લોનના EMI માં કોઈ ફેરફાર થશે નહીં.

Advertisement

RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, MPC ના 6 માંથી 4 સભ્યોએ રેપો રેટમાં (repo rate) કોઈ ફેરફાર ન કરવાનો સુઝાવ આવ્યો હતો. તેઓ રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા. જણાવી દઈએ કે, નવા નાણાકીય વર્ષની આ બીજી MPC મીટિંગ છે અને હાલમાં રેપો રેટ 6.50 ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023 માં વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિવર્સ રેપો રેટની (reverse repo rate) વાત કરીએ તો 3.35%, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25 રહેશે. માર્જિનલ સ્ટેંડિંગ ફેસિલીટી રેટ 6.75 ટકા અને બેંક રેટ 6.75 ટકા રાખવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×