Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SBI Rate Hike: SBIના ગ્રાહકો મોટો ઝટકો, ખિસ્સા પર વધશે ભાર

SBI Rate Hike: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ આજે ​​પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારી બેન્કે વિવિધ લોન મોંઘી કરવાની જાહેરાત કરી છે. વધેલા વ્યાજ દરો આજથી જ લાગુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં...
sbi rate hike  sbiના ગ્રાહકો મોટો ઝટકો  ખિસ્સા પર વધશે ભાર
Advertisement

SBI Rate Hike: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ આજે ​​પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારી બેન્કે વિવિધ લોન મોંઘી કરવાની જાહેરાત કરી છે. વધેલા વ્યાજ દરો આજથી જ લાગુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં SBIના ગ્રાહકોએ હવે લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે.

SBIએ વ્યાજદરમાં આટલો વધારો કર્યો છે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેન્કે તેના MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ)માં ફેરફાર કર્યા છે. ફેરફાર હેઠળ MCLRમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. મતલબ કે MCLR 0.05 ટકાથી વધીને 0.10 ટકા થયો છે. બેન્કના જણાવ્યા અનુસાર, આ ફેરફારો આજથી એટલે કે 15 જુલાઈથી લાગુ થઈ ગયા છે.

Advertisement

EMI બોજ વધશે

SBI દેશની સૌથી મોટી સરકારી બેન્ક છે. ગ્રાહકોની સંખ્યાના સંદર્ભમાં SBI હજુ પણ અન્ય તમામ બેન્કો કરતા ઘણી આગળ છે. SBI દ્વારા MCLRમાં વધારાને કારણે તેની વિવિધ લોન પ્રોડક્ટ્સ મોંઘી થઈ શકે છે. આ કારણે લાખો ગ્રાહકો પર વ્યાજનો બોજ વધી શકે છે અને તેમને વધુ EMI ચૂકવવી પડી શકે છે.

Advertisement

SBIએ આ દરોમાં કર્યો વધારો

  1. ત્રણ મહિનાની લોનની મુદત પર MCLR 10 bps વધારીને 8.4 ટકા કરવામાં આવ્યો હતો.
  2. છ મહિનાની લોનની મુદત પર MCLR 10 bps વધારીને 8.75 ટકા કરવામાં આવ્યો હતો.
  3. એક વર્ષની લોનની મુદત પર MCLR 10 bps વધારીને 8.85 ટકા કરવામાં આવ્યો છે.
  4. બે વર્ષની લોનની મુદત પર MCLR 10 bps વધારીને 8.95 ટકા કરવામાં આવ્યો હતો.

હોમ લોન ગ્રાહકોને રાહત

MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ એ દરો હોય છે જેનાથી ઓછા પર બેન્કો વ્યાજ ઓફર કરતી નથી. એટલે કે, બેન્કો દ્વારા આપવામાં આવતી લોન ઉત્પાદનોના વ્યાજ દરો સંબંધિત કાર્યકાળના MCLR દરો કરતા વધારે છે. જોકે, રાહતની વાત એ છે કે MCLRમાં વધારાથી SBI હોમ લોનના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. SBI હોમ લોનના વ્યાજ દરો એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ પર બેઝ્ડ છે. SBIએ હાલમાં EBLRમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આ પણ  વાંચો  - SHARE MARKET: શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, સેન્સેક્સ 200 પોઈન્ટનો ઉછાળો

આ પણ  વાંચો  -Ambani નાં લગ્નમાં બોમ્બ’, મુંબઈ પોલીસ સતર્ક, સોશિયલ મીડિયા યુઝરને શોધી રહી છે પોલીસ…

આ પણ  વાંચો  - Ambani Wedding Gifts:અંબાણી પરિવારે આ લોકોને આપી કરોડો રૂપિયાની ઘડિયાળ

Tags :
Advertisement

.

×